For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાંઘણગેસના ભાવ વધારાને પાછો ખેંચાયો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

lpg
નવી દિલ્હી, 2 નવેમ્બર: ભારતીય પ્રજા માટે મોટી રાહતના સમાચાર છે. હાલ એલપીજીના ભાવમાં વધારો થશે નહી. સરકારે એલપીજી ગેસ પર 26. 50 રૂપિયાના વધારાના નિર્ણયને સ્થગિત કરી દિધો છે.

પહેલાં સરકારે ભાવ વધારો નિર્ણય કર્યો હતો પરંતુ જોરદાર વિરોધ અને સહયોગી પાર્ટીના વલણને જોતાં ગુરૂવારે રાતે પોતાના નિર્ણયને હાલ સ્થગિત કરવામાં આવ્યો છે, તે પણ કોઇ કારણ દર્શાવ્યા વિના આ ભાવ વધારો રોકવામાં આવ્યો છે.

હવે તમને રાંઘણગેસ જૂના ભાવે જ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં ભાવ વધારાનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે સબસીડીવાળા રાંધણગેસની કિંમતમાં 26.50 રૂપિયા વધારીને 922 કરવામાં આવશે પરંતુ ત્યારબાદ આ ભાવ વધારાને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.

તાત્કાલીક ધોરણે રાહત આપવાનું કારણ એ પણ કહેવામાં આવે છે કે ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી યોજાનારી છે એટલા માટે આ નિર્ણય પર રોકવામાં આવ્યો છે. એમપણ કહેવામાં આવે છે કે ચૂંટણી પૂરી થતાંની સાથે સરકાર ફરીથી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે સરકારે સપ્ટેમ્બરમાં સરકારે છ સિલિન્ડરની મર્યાદા સિમિત કરી દિધી હતી. તૃણમૂલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ તેનો વિરોધ કર્યો હતો અને તેમની વાત સરકારે ન માની તો તેમને યૂપીએ સાથે છેડો ફાડી દિધો હતો.

English summary
Relax.. Hike in LPG cylinder price put on hold.Hours after a Rs. 26.50 hike in the price of non-subsidised LPG cylinders was announced, the government put the decision on hold.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X