જીયોના ગ્રાહકોની જાણકારી લિક થવા મામલે કંપનીએ કહ્યું આ...

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયો દ્વારા તેના ગ્રાહકોએ લાંબો સમય સુધી મફત સેવાઓ મેળવી અને આજ કારણે તે હાલ ટેલિકોમ ક્ષેત્રે ભારતની નંબર 1 કંપની બની ગઇ છે. ત્યારે બીજી તરફ તેના ગ્રાહકોની ખાનગી જાણકારી લિક થવાની વાત ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ રિલાયન્સ જીયોના ગ્રાહકોની જાણકારી magicapk.com નામની વેબસાઇટ પર લિક થઇ ગઇ છે. જો કે હાલ તો આ વેબસાઇટ નથી ખુલી રહી પણ તેવું જણવા મળ્યું હતું કે મોટી સંખ્યામાં ગ્રાહકોની ખાનગી જાણકારી આ વેબસાઇટ પર લિંક થઇ ગઇ હતી. સોશ્યલ મીડિયામાં પણ આ અંગે જાણકારી આપતા આખરે કંપનીએ આ અંગે સ્પષ્ટતા આપી છે.

jio

રિલાયન્સ જીયોના સ્પોકપર્સને જણાવ્યું હતું કે કંપની તેના તમામ ગ્રાહકોની તમામ ખાનગી માહિતી હાઇ સિક્યોરિટી સાથે સાચવી રાખે છે. અને આ કેસમાં પણ તમામ ગ્રાહકોની માહિતી અને ડેટા સલામત છે. જો કે તેમ છતાં કંપનીએ તપાસના આદેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે આ ડેટા બ્રીચમાં ડેટાનો હજી કોઇ સ્પષ્ટ આંકડો જાણવા નથી મળ્યો પણ તેને ભારતનો અત્યાર સુધીનો બિગેસ્ટ ડેટા બીચ માનવામાં આવે છે.

ઉલ્લેખનીય કે કેટલાક યુઝર્સે ટ્વિટ કરીને રિલાયન્સ જીયોને યુઆરએલ શેયર કર્યા હતા જે બાદ રિલાયન્સ જીયોના ગ્રાહકોની આધાર કાર્ડ જેવી માહિતી પણ કેટલીક વેબસાઇટ પર લિક થઇ હોવાની વાત બહાર આવી હતી. જો કે કંપનીએ ગ્રાહકોનો ડેટા સલામત હોવાની વાત કરવાથી ગ્રાહકોએ હાશકારો અનુભવ્યો હતો.

English summary
Reliance Jio database breached, published on a website. But later on,Reliance jio spokesperson reply on this issue.
Please Wait while comments are loading...