For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'લાઉડસ્પીકર હટાવો નહીંતર મસ્જિદની સામે વગાડીશું હનુમાન ચાલીસા', રાજ ઠાકરેએ આપી ધમકી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મસ્જિદોના લાઉડ સ્પીકરના મોટા અવાજ સામે વાંધો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વડા રાજ ઠાકરે દ્વારા તેમની એક રેલી દરમિયાન મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માગ કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

મુંબઈ : મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મસ્જિદોના લાઉડ સ્પીકરના મોટા અવાજ સામે વાંધો ઉઠાવ્યો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વડા રાજ ઠાકરે દ્વારા તેમની એક રેલી દરમિયાન મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરવાની માગ કરવામાં આવી હતી.

શિવાજી પાર્કથી સરકારને પર વરસાવી ફિટકાર

રાજ ઠાકરેએ શિવાજી પાર્કમાં એક રેલીમાં જણાવ્યું હતું કે, 'મસ્જિદોમાં લાઉડસ્પીકર આટલા જોરથી કેમ વગાડવામાં આવે છે? જો આને રોકવામાં નહીં આવે તોમસ્જિદોની બહાર સ્પીકર પર વધુ મોટા અવાજમાં હનુમાન ચાલીસા વગાડવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, હું પ્રાર્થના કે કોઈ વિશેષ ધર્મની વિરુદ્ધ નથી. મને મારાધર્મ પર ગર્વ છે.

NCP ચીફથી નારાજગી

NCP ચીફથી નારાજગી

મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વડાએ NCP વડા શરદ પવારની પણ આકરી ટીકા કરી હતી અને તેમના પર સમયાંતરે જાતિનો મુદ્દો ઉઠાવવાનો અનેસમાજમાં ભાગલા પાડવાનો આરોપ મૂક્યો હતો.

પિતરાઈ ભાઇ પર સાધ્યું નિશાન

પિતરાઈ ભાઇ પર સાધ્યું નિશાન

રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન અને તેમના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે પર પણ કટાક્ષ કર્યો, જેમની પાર્ટી શિવસેનાએ 2019 માં મુખ્યપ્રધાન પદને લઈનેભાજપથી અલગ થઈ ગયા હતા.

તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કહી રહ્યા હતા કે દેવેન્દ્ર ફડણવીસ આગામી મુખ્યમંત્રીબનવા જઈ રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે મંચ પર હાજર હતા, પરંતુ તેમણે ક્યારેય સીટ શેરિંગ ફોર્મ્યુલાનો ઉલ્લેખ કર્યો ન હતો.

ઉદ્ધવે તેને ત્યારે જ ઉભો કર્યો જ્યારે તેમને સમજાયું કે ભાજપ તેમની મદદ વિના (2019ની ચૂંટણી પછી) સરકાર બનાવી શકશે નહીં. MNS નેતાએ આરોપ લગાવ્યોકે સરકારમાં ત્રણ પક્ષો (શિવસેના, NCP અને કોંગ્રેસ)એ લોકોના આદેશની અવગણના કરી છે.

English summary
'Remove loudspeaker or we will play Hanuman Chalisa in front of mosque', threatens Raj Thackeray.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X