For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : રાજકીય પક્ષો ચૂકવે છે કાર્યાલયોના કેટલાં અધધધ ભાડાં!!

|
Google Oneindia Gujarati News

ભારતમાં માહિતી અધિકારનો કાયદો અમલી બન્યો ત્યારથી જ સામાન્ય જનતાને મોટા પ્રલોભનો આપતી રાજકીય પાર્ટી વાસ્તવમાં કેવી રીતે ચાલે છે, તેમની આવક અને ખર્ચ શું છે તે જાણવાની હંમેશા ઇચ્છા રહી છે. અત્યાર સુધી માહિતી અધિકાર કાયદાની બહાર હોવાથી રાજકીય પાર્ટીઓ આશ્ચર્ય પમાડે તેવી વિગતોને બહાર આવતી અટકાવવામાં સફળ રહી હતી. અત્યાર સુધી આ અંગેની વિગતો માત્ર ચૂંટણી પંચ સમક્ષ ભરવામાં આવતી વિગતો અને આવકવેરા વિભાગ પાસેથી મળતી વિગતોમાંથી જ મેળવી શકાતી હતી. હવે દેશના માહિતી અને પ્રસારણ મંત્રાલયે માહિતી અધિકાર કાયદા હેઠળ રાજકીય પક્ષોને પણ આવરી લીધા છે. ત્યારે રાજકીય પક્ષોના કાળા ધોળા આવનારા દિવસોમાં બહાર આવવાની શક્યતા છે.

ચૂંટણી પંચ સમક્ષ ભરવામાં આવતી વિગતો અને આવકવેરા વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર દિલ્હીના પોશ વિસ્તારમાં સૌથી મહત્વની પ્રોપર્ટીઝમાં દેશની અગ્રણી રાજકીય પાર્ટીઓના કાર્યાલયો આવેલા છે. આ વિશાળ કાર્યાલયોના માસિક ભાડા વાંચીને તમે આશ્ચર્યા પામ્યા વિના નહીં રહો.

1 - કોંગ્રેસ કાર્યાલય, 24 અકબર રોડ :

1 - કોંગ્રેસ કાર્યાલય, 24 અકબર રોડ :

માસિક ભાડું - રૂપિયા 42,817

કોંગ્રેસ કાર્યાલય, 26 અકબર રોડ :

કોંગ્રેસ કાર્યાલય, 26 અકબર રોડ :

માસિક ભાડું - રૂપિયા 3,015

કોંગ્રેસ કાર્યાલય, 5 રાયસિના રોડ :

કોંગ્રેસ કાર્યાલય, 5 રાયસિના રોડ :

માસિક ભાડું - રૂપિયા 34,189

કોંગ્રેસ કાર્યાલય, CII-109 ચાણક્યપુરી :

કોંગ્રેસ કાર્યાલય, CII-109 ચાણક્યપુરી :

માસિક ભાડું - રૂપિયા 8,078

5 - ભાજપ કાર્યાલય, 11 અશોક રોડ :

5 - ભાજપ કાર્યાલય, 11 અશોક રોડ :

માસિક ભાડું - રૂપિયા 66,896

6 - ભાજપ કાર્યાલય, 14 પંડિત પંત માર્ગ :

6 - ભાજપ કાર્યાલય, 14 પંડિત પંત માર્ગ :

માસિક ભાડું - રૂપિયા 15,077

NCP કાર્યાલય, 10 ડૉ. ડીબી માર્ગ :

NCP કાર્યાલય, 10 ડૉ. ડીબી માર્ગ :

માસિક ભાડું - રૂપિયા 1,320

BSP કાર્યાલય, 4 GRG રોડ :

BSP કાર્યાલય, 4 GRG રોડ :

માસિક ભાડું - રૂપિયા 1,320

9 - CPI-M કાર્યાલય, 8 તીન મૂર્તિ લેન :

9 - CPI-M કાર્યાલય, 8 તીન મૂર્તિ લેન :

માસિક ભાડું - રૂપિયા 1,550

10 - સપા કાર્યાલય, 8 કોપરનિકસ માર્ગ :

10 - સપા કાર્યાલય, 8 કોપરનિકસ માર્ગ :

માસિક ભાડું - રૂપિયા 12,138

English summary
Rentals of political parties offices will surprise you
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X