For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિપોર્ટ કાર્ડ : એક મહિનાની નરેન્દ્ર મોદી સરકાર, વિવાદોની ભરમાર

|
Google Oneindia Gujarati News

ગુજરાતના મુખ્યમંત્રીમાંથી ભારતના વડાપ્રધાન બનનારા નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બન્યે 30 દિવસ થયા છે. નરેન્દ્ર મોદીએ 26 મે, 2014ના રોજ વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારથી જ તેમની સરકાર વિવાદમાં ઘેરાયેલી રહી છે. નરેન્દ્ર મોદી માટે પહેલો વિવાદ બન્યા પાકિસ્તાનના વડાપ્રધાન. પાકિસ્તાન જઇને તેમણે નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરી તે તેમની વચ્ચે યોજાયેલી દ્વિપક્ષીય વાતચીતને આંતરરાષ્ટ્રીય સ્તરે જોઇએ તેટલું મહત્વ આપવામાં આવ્યું નહીં તેવો આક્ષેપ લગાવ્યો હતો.

નરેન્દ્ર મોદી સરકારે 100 દિવસમાં મોંઘવારી સહિતના પડકારોનો નિયંત્રણમાં લાવવાનો એજન્ડા પણ જાહેર કર્યો. આ માટે દરેક વિભાગોને સૂચના આપી દેવામાં આવી. આમ છતાં એક મહિનાની સફર એટલે કે 100માંથી 30 દિવસની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સરકારે મોટા ભાગે નિર્દેશો જ જાહેર કર્યા છે.

મહત્વની બાબત એ છે કે આ નિર્દેશોને પગલે મોંઘવારી નિયંત્રણમાં આવવાને બદલે વધી છે. ઉપરાંત નિર્દેશોએ નરેન્દ્ર મોદી સરકારની વાહવાહી બોલાવવાને બદલે તેમને વિવાદના વંટોળમાં ફસાવી દીધા છે.

વિવાદોની શરૂઆત નરેન્દ્ર મોદીના મંત્રીમંડલથી થઇ હતી. મંત્રાલયોની ફાળવણીમાં વિવાદ થયો. ત્યાર બાદ મંત્રીઓએ મંત્રાલયનું કામ કાજ સંભાળ્યા બાદ આપેલા નિવેદનોમાંથી પણ વિવાદ સર્જાયા હતા. આવો જાણીએ નરેન્દ્ર મોદી સરકારના રિપોર્ટ કાર્ડમાં ચગેલા વિવાદો...

સ્‍મૃતિ ઇરાની શૈક્ષણિક લાયકાત

સ્‍મૃતિ ઇરાની શૈક્ષણિક લાયકાત


સ્મૃતિ ઇરાનીએ માનવ સંશાધન વિકાસ મંત્રી તરીકેનો હોદો સંભાળ્‍યા બાદ તેમની શૈક્ષણિક લાયકાત અંગે વિવાદ ઉભો થયો હતો. આ વિવાદનું મૂળ તેમણે વર્ષ 2004ની લોકસભાની ચુંટણી લડતા સમયે આપેલા સૌગંદનામા અને વર્ષ 2014ની લોકસભા ચૂંટણીઓમાં આપેલા સૌગંદનામામાં જોવા મળેલા ફેરફારના મુદ્દે હતો. અગાઉ તેમણે બીએ પાસ હોવાની જાણ કરી હતી એ પછીની ચુંટણીમાં તેઓએ બીકોમ પાર્ટ-1હોવાની માહિતી આપી હતી. તેમણે ગ્રેજ્યુએશન પુરું કર્યું નહીં હોવા છતાં તેમને HRD પ્રધાન બનાવવાનો મુદ્દે વિવાદ સર્જાયો હતો.

વી.કે.સિંહની કોમેન્‍ટથી વિવાદ

વી.કે.સિંહની કોમેન્‍ટથી વિવાદ


ભારતીય સેનાના પૂર્વ વડા અને હવે નરેન્દ્ર મોદી સરકારમાં ઉત્તર-પૂર્વીય વિસ્તારના વિકાસનો સ્વતંત્ર હવાલો સોંપાયો છે. તેમણે સેનાના વડા તરીકે દલબીર સિંહની નિયુક્તિ અંગે કરેલી ટિપ્પણી અને સુપ્રીમ કોર્ટમાં ફાઇલ કરેલી એફિડેવિટને પગલે આ વિવાદ ઉભો થયો હતો. સુપ્રીમ કોર્ટે ગેરકાયદે અને પુર્વધારણા સાથે ના નિર્ણયો લેવા બદલ વી.કે.સિંહની ઝાટકણી કાઢી હતી.

કમલ 370નો વિવાદ

કમલ 370નો વિવાદ


નરેન્દ્ર મોદીની સરકારમાં રાજયક્ષાના મંત્રી જીતેન્‍દ્ર સિંહના એ દાવાએ વિવાદ ઉભો કર્યો હતો કે જમ્‍મુ કાશ્‍મીરને ખાસ દરજજો આપતા આર્ટીકલ 370ને નાબુદ કરવાની પ્રકિયાની શરૂઆત થઇ ગઇ છે. રાજયના મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લા સહિતના નેતાઓએ તેવી તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.

એનજીઓ અંગે આઇબીનો રીપોર્ટ

એનજીઓ અંગે આઇબીનો રીપોર્ટ


આઇબીના રીપોર્ટમાં એવો આક્ષેપ કરાયો હતો કે ગ્રીન પીસ જેવા એનજીઓએ વિકાસલક્ષી પ્રોજેકટોને સ્‍થગીત કરી દીધા છે ગુજરાતના કેટલાક એનજીઓએ સરકાર સામે ઝુંબેશ ચલાવી હતી.

એનજીઓ અંગે આઇબીનો રીપોર્ટ

એનજીઓ અંગે આઇબીનો રીપોર્ટ


આઇબીના રીપોર્ટમાં એવો આક્ષેપ કરાયો હતો કે ગ્રીન પીસ જેવા એનજીઓએ વિકાસલક્ષી પ્રોજેકટોને સ્‍થગીત કરી દીધા છે ગુજરાતના કેટલાક એનજીઓએ સરકાર સામે ઝુંબેશ ચલાવી હતી.

રેપ કેસમાં મંત્રી નિહાલચંદનું નામ

રેપ કેસમાં મંત્રી નિહાલચંદનું નામ


જયપુરની એક પરણીતાએ નિહાલચંદ મેઘવાલ અને અન્‍ય 16 સામે એક એફઆરઆઇ નોંધાવીને જાતીય સતામણીનો આરોપ મુકયો હતો. મહીલા કોંગ્રેસે નવી દિલ્‍હીમાં ભાજપની ઓફીસ સામે તેમના રાજીનામાની માંગણી કરી હતી.

યુપીએના ગવર્નરોની હકાલપટ્ટીનો વિવાદ

યુપીએના ગવર્નરોની હકાલપટ્ટીનો વિવાદ


નવી કેન્‍દ્ર સરકારે યુપીએ સરકારે નીમેલા તમામ રાજયપાલોને હટાવવાની કયાવત આરંભી હતી અને 19 જુને નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ઓર્થોરિટી અને નેશનલ કાઉન્‍સીલ ઓફ વુમનના તમામ સભ્‍યોને પણ હોદો છોડી દેવાનો આગ્રહ કર્યો એ બાબતે વિવાદને જન્મ આપ્યો છે.

સોશિયલ મીડિયા પર હિન્દીભાષાને પ્રમોટ કરવી

સોશિયલ મીડિયા પર હિન્દીભાષાને પ્રમોટ કરવી


કેન્‍દ્રીય મંત્રાલયે એક સરકયુલર બહાર પાડીને તમામ મંત્રાલયો જાહેર સાહસો અને બેંકોને તેમના સોશિયલ મીડિયા એકાઉન્‍ટ પર ટ્વીટ કરવાની સુચના આપી હતી. જમ્‍મુ કાશ્‍મીરના કેટલાક નેતાઓ સહીત દક્ષિણના રાજયોમાં તેનો વિરોધ કરતા સરકારે પીછેહઠ કરવી પડી હતી.

મુસ્‍લિમ અનામતનો વિવાદ

મુસ્‍લિમ અનામતનો વિવાદ


નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના વરિષ્ઠ સભ્‍યોમાંથી એક એવા લધુમતિ બાબતોના મંત્રી નજમા હેપ્તુલાએ કહ્યુ કે લઘુમતિઓને સમાજમાં સમાન તકની જરૂર છે, તેનો ઉકેલ અનામત નથી. બંધારણ હેઠળ ધર્મના આધારે અનામત મંજુરીને પાત્ર નથી. તેનાથી સ્‍પર્ધા ખતમ થઇ જાય છે.

દિલ્‍હી યુનિવર્સિટીનો વિવાદ

દિલ્‍હી યુનિવર્સિટીનો વિવાદ


યુનિવર્સિટી ગ્રાન્‍ટ કમિશનને દિલ્‍હી યુનિવર્સિટીને ચાર વર્ષના અંડરગ્રેજયુએટ પ્રોગ્રામને નાબુદ કરવાનો આદેશ આપ્‍યો હતો જેમા તેને વિદ્યાર્થીઓને ત્રણ વર્ષના અંડરગ્રેજયુએટ પ્રોગ્રામના માળખામાં માઇગ્રેટ કરવા માટે એરેન્‍જમેન્‍ટ કરવાની સુચના અપાઇ હતી.

આયોજન પંચ મુદ્દે વિવાદ

આયોજન પંચ મુદ્દે વિવાદ


આયોજન પંચને નાબુદ કરવા અથવા તેનુ સંખ્‍યાબળ ઘટાડી દેવાનો સંકેત મળતા વિવાદ વકર્યો હતો. નવી સરકાર હેઠળ આ સંસ્‍થાની જવાબદારી વધારવાનુ આયોજન કરાયુ હતુ. મોદી પંચની આર્થિક સત્તાઓ ઘટાડવા માગે છે. તેવા અહેવાલો પણ વહેતા થયા હતા.

રે્લવે ભાડા વધારવાનો વિવાદ

રે્લવે ભાડા વધારવાનો વિવાદ


નરેન્દ્ર મોદી સરકારમાં રેલવે પ્રધાન સદાનંદ ગૌડાએ રેલ બજેટ પહેલા રેલવે ભાડામાં કરેલા 14.2 ટકાના વધારાએ વિવાદ ઉભો કર્યો છે કે મોંઘવારી ઘટાડાના હેતુ સાથે આવેલી નરેન્દ્ર મોદી સરકારએ આવતાની સાથે મોંઘવારી વધારવાનું શરૂ કર્યું છે.

English summary
Report card : One Month old Narendra Modi government give only controversial directives
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X