એક રિપોર્ટથી ભારત હવે પાકિસ્તાનની પોલ આખી દુનિયા સામે ખોલશે

26 ફેબ્રુઆરી દરમિયાન પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક પછી ભારતે સાફ જણાવી દીધું છે કે તેઓ પાકિસ્તાની જમીન પર આવેલા ટેરર લોન્ચ પેડ અંગે સખત વલણ અપનાવશે.

26 ફેબ્રુઆરી દરમિયાન પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક પછી ભારતે સાફ જણાવી દીધું છે કે તેઓ પાકિસ્તાની જમીન પર આવેલા ટેરર લોન્ચ પેડ અંગે સખત વલણ અપનાવશે. ભારત તરફથી આતંકી સંગઠનો વિરુદ્ધ રિપોર્ટ તૈયાર કરી લેવામાં આવી છે, જે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને શરમાવી શકે છે. આ રિપોર્ટમાં પાકિસ્તાન અને પીઓકેમાં એક્ટિવ 16 આતંકી અડ્ડાઓની પુરી જાણકારી ભારત ઘ્વારા આપવામાં આવી છે. રિપોર્ટમાં તે આતંકી અડ્ડાઓ વિશે જણાવવામાં આવ્યું છે જે પાકિસ્તાનમાં મિલિટરી સંસ્થાનો નજીક ચલાવવામાં આવી રહ્યા છે. ઇન્ડિયા ટુડે ઘ્વારા આ વાતની જાણકારી આપવામાં આવી છે.

આ પણ વાંચો: અચાનક લાશો વચ્ચેથી ઉઠેલા આતંકીએ કર્યુ અંધાધૂંધ ફાયરિંગ, 4 જવાન શહીદ

આર્મી કેમ્પ નજીક આતંકી અડ્ડાઓ

આર્મી કેમ્પ નજીક આતંકી અડ્ડાઓ

ભારત તે સેટેલાઇટ તસ્વીરોને પણ સાર્વજનિક કરશે જેમાં પાકિસ્તાનમાં આવેલા આતંકી અડ્ડાઓની જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાની આર્મી કેમ્પ નજીક જ આતંકી કેમ્પ છે. એજેન્સીઓ ઘ્વારા પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા જે આતંકી ઓળખ કરી છે. તેમાંથી આતંકીઓને સ્નાઈપિંગ, વોટર કોમ્બેટ, વિસ્ફોટ ડિવાઈઝ બનાવવા, ડ્રોનના પ્રયોગ સુધીની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. રિપોર્ટમાં જે બાબત પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કે આ અડ્ડાઓ પર આતંકીઓને સેના જેવી વોટર કોમ્બેટ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. જેનાથી ભારત પર દરિયાના માર્ગે આતંકી હુમલા થવાનો ખતરો વધી ગયો છે. સૂત્રો અનુસાર આ અડ્ડાઓની સેટેલાત તસવીરો અને બાકી પુરાવા સાથી દેશો સાથે પણ શેર કરવામાં આવશે, જેથી પાકિસ્તાન બેનકાબ થઇ શકે.

પીઓકેમાં 11 લોન્ચ પેડ્સ

પીઓકેમાં 11 લોન્ચ પેડ્સ

જે અડ્ડાઓનો અહીં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમાં કમ્યુનિકેશન અને સ્ટેશન કંટ્રોલ સિવાય બીજી પણ ઘણી ઓફિસો છે. બાલાકોટ સિવાય એવા 5 અડ્ડાઓ પાકિસ્તાનમાં છે જેમાંથી ત્રણ અડ્ડા માનસેરા અને બે અડ્ડા પંજાબમાં છે. જયારે હજુ પણ 11 લોન્ચ પેડ્સ પીઓકેમાં છે, જેમાંથી પાંચ-પાંચ મુજફ્ફરાબાદ અને કોટલીમાં અને એક બારનાલામાં છે. તેના સિવાય પાકિસ્તાનમાં 6 ટ્રેનિંગ સેન્ટર અથવા લોન્ચ પેડ્સ પણ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ

પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર બૉમ્બ વરસાવ્યા. ભારતીય વાયુસેનાએ મિરાજ 2000 ઘ્વારા આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરને બરબાદ કરી દીધું. જયારે પાકિસ્તાની વિમાનો પણ ભારતીય સીમમાં ઘુસી આવ્યા. ત્યારપછી સતત બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. બોર્ડર વિસ્તાર પર સતત ગોળીબારી કરવામાં આવી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X