For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Republic Day 2023: આજે ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ, જાણો આજની પરેડની મહત્વની વાતો

ભારત દેશ આજે પોતાનો 74મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આજે દિલ્લીમાં કર્તવ્ય પથ પર યોજાનાર પરેડમાં ઘણુ બધુ ખાસ છે. આવો જાણીએ વિગતો.

|
Google Oneindia Gujarati News

Republic Day 2023: આપણો દેશ આજે પોતાનો 74મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે. દિલ્લીમાં કર્તવ્ય પથ પર આયોજિત પરેડ સમારંભના મુખ્ય અતિથિ મિશ્રના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતહ અલ-સીસી મંગળવારે ભારતમાં આવી ચૂક્યા છે. બુધવારે રાષ્ટ્રપતિ ભવન પ્રાંગણમાં તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ. વળી, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ સાંજે 7 વાગે રાષ્ટ્રને સંબોધિત કર્યુ. આવો જાણીએ આજના સમારંભ સાથે જોડાયેલી મહત્વની વાતો.

આજે 23 ઝાંકીઓ પરેડમાં ભાગ લેશે

આજે 23 ઝાંકીઓ પરેડમાં ભાગ લેશે

સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ 26 જાન્યુઆરીએ ભારતનો જીવંત સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસો, આર્થિક અને સામાજિક પ્રગતિ દર્શાવતી 23 ઝાંકીઓ પરેડમાં ભાગ લેશે. જેમાં 17 ઝાંકીઓ અલગ-અલગ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની હશે. જ્યારે 6 ઝાંકીઓ અલગ-અલગ મંત્રાલયો અને વિભાગોની જોવા મળશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ ગૃહ મંત્રાલયની બે ઝાંકીઓનુ પ્રદર્શન થશે. જેમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો(એનસીબી) અને સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ(સીએપીએફ)ની એક-એક ઝાંકી હશે.

માત્ર સ્વદેશી હથિયારોનુ જ થશે ડિસ્પ્લે

માત્ર સ્વદેશી હથિયારોનુ જ થશે ડિસ્પ્લે

આ વર્ષના ગણતંત્ર દિવસની પરેડમાં ખાસ વાત એ છે કે આ વર્ષે માત્ર સ્વદેશી હથિયારોનુ જ ડિસ્પ્લે થશે. ભારતમાં બનેલી 105 એમએમ ઈન્ડિયન ફીલ્ડ ગનથી 21 તોપોની સલામી આપવામાં આવશે. નવા ભરતી થયેલા અગ્નિવીર પણ પરેડનો ભાગ હશે. વળી, બીએસએફની કેમલ કંટિન્જેંટના ભાગ તરીકે મહિલા સૈનિકો ભાગ લેશે અને વાયુસેનાની કંટિજેન્ટના 144 સૈનિકોની લીડર પણ મહિલા જ હશે. પરેડમાં K-9 વજ્ર હોવિત્ઝર્સ, MBT અર્જુન, નાગ એન્ટિ-ટેન્ક ગાઇડેડ મિસાઇલ, બ્રહ્મોસ સુપરસૉનિક ક્રૂઝ મિસાઇલ, આકાશ એર ડિફેન્સ મિસાઇલ અને ક્વિક રિએક્શન ફાઇટિંગ વાહનો સામેલ હશે.

'ડેરડેવિલ્સ'ની ટીમને એક મહિલા અધિકારી લીડ કરશે

'ડેરડેવિલ્સ'ની ટીમને એક મહિલા અધિકારી લીડ કરશે

તમને જણાવી દઈએ કે બીએસએફના કૈમલ કંટિન્જેંટમાં પહેલી વાર મહિલાઓને સામેલ કરવામાં આવી છે. વળી, સિગ્નલ કોરના મોટર સાઈકલ રાઈડર્સ 'ડેરડેવિલ્સ'ની ટીમને એક મહિલા અધિકારી લીડ કરશે. જે પહેલી વાર બનવાનુ છે.

હેલિકૉપ્ટર પ્રચંડ પણ એરફોર્સના પ્લાઈપાસ્ટનો હિસ્સો બનશે

હેલિકૉપ્ટર પ્રચંડ પણ એરફોર્સના પ્લાઈપાસ્ટનો હિસ્સો બનશે

ભારતમાં જ બનેલુ લાઈટ કૉમ્બેટ હેલિકૉપ્ટર પ્રચંડ પણ એરફોર્સના પ્લાઈપાસ્ટનો હિસ્સો બનશે. વળી, એડવાંસ લાઈટ હેલિકૉપ્ટર ધ્રુવ અને એડવાંસ લાઈટ હેલિકૉપ્ટર રુદ્ર પણ ડિસ્પ્લે થશે. પ્રચંડ ફૉર્મેશનમાં એક લાઈટ કૉમ્બેટ હેલિકૉપ્ટર લીડ કરશે. જ્યારે બે અપાચે હેલિકૉપ્ટર અને બે એડવાંસ લાઈટ હેલિકૉપ્ટર એમકે-આઈવી એરક્રાફ્ટ તેની પાછળ તીર ફૉર્મેશનમાં રહેશે.

કેન્દ્રીય લોકનિર્માણ વિભાગની પણ ઝાંકી

કેન્દ્રીય લોકનિર્માણ વિભાગની પણ ઝાંકી

આ ઉપરાંત કેન્દ્રીય લોકનિર્માણ વિભાગની પણ ઝાંકી કર્તવ્ય પથ પર જોવા મળશે. જે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય હેઠળ આવે છે. જો કે આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં રેલવે મંત્રાલયની ઝાંકી જોવા નહિ મળે.પ્રજાસત્તાક દિવસની પરેડ માટેની ટિકિટો ₹20, ₹100 અને ₹500માં ઉપલબ્ધ છે, જ્યારે 28 જાન્યુઆરીએ બીટિંગ રિટ્રીટ (પૂર્ણ દિવસના રિહર્સલ) માટેની ટિકિટની કિંમત ₹20 છે.

English summary
Republic Day 2023: India is celebrating 74th Republic Day today, Know important points of first parade
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X