For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને લઈને એક રિસર્ચ દ્વારા ચોકાવનારો દાવો કરાયો

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને લઈને એક રિસર્ચમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. આઈએનએસઓસીઓજી ઈંપીરિયલ કોલેજ ઓફ લંડન અને કોપનહેગન યુનિવર્સિટીના એર રિસર્ચમાં ડેલ્ટા વેરીઅન્ટની ગંભીરતા પુરાવા મળ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના ડેલ્ટા વેરિઅન્ટને લઈને એક રિસર્ચમાં ચોકાવનારા તથ્યો સામે આવ્યા છે. આઈએનએસઓસીઓજી ઈંપીરિયલ કોલેજ ઓફ લંડન અને કોપનહેગન યુનિવર્સિટીના એર રિસર્ચમાં ડેલ્ટા વેરીઅન્ટની ગંભીરતા પુરાવા મળ્યા છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટની સરખામણીમાં 60 ટકા જેટલી રોગપ્રતિકારક શક્તિ ઘટાડી દે છે.

corona
ઈન્ડિયન સોર્સ-કોવી.-2 કન્સોર્ટિયમ ઓન જીનોમિક્સ (INSACOG) એ કોરોના વાયરસમાં જિનોમિક ભિન્નતા પર નજર રાખવા માટે પ્રયોગશાળાઓનું ભારત સ્થિત એ નેટવર્ક છે. સંશોધનકારોએ ટીમે દિલ્હીની ચોથી કોવિડ લહેર (ભારતમા બીજી લહેર) ના આંકડાઓ તપાસતા 50 ટકા સેરો-પોઝિટિવિટી હોવાનું સામે આવતા વૈજ્ઞાનિકો પણ ચૌકી ગયા. આ સંશોધનને medRxiv પર પોસ્ટ કરાયુ હતુ. હજુ તેની સમીક્ષા કરવાની બાકી છે. તેમાં મોડેલિંગ અભ્યાસ, સેરો-સર્વે તેમજ મ્યુટન્ટ વાયરસના સ્પાઇક પ્રોટીન વિશેની માળખાનો અભ્યાસ કરાય છે.

ડેલ્ટા વેરિઅન્ટ સૌથી ચેપી છે. સંશોધનકર્તાઓના નિરિક્ષણમાં આવ્યુ કે આલ્ફા જે સૌપ્રથમ યુકેમાં દેખાયુ હતુ તેને આ વર્ષે ફેબ્રુઆરીમાં ભારતમાં દેખા દીધી. ત્યારબાદ કોરોનાનો પ્રકોપ વધ્યો. માર્ચ મહિનામાં બીટા બાદ ડેલ્ટા વેરિઅન્ટ સામે આવતા અચાનક કોરોના કેસ વધવા વાગ્યા. ટૂંક સમયમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસ આલ્ફા અને બીટા વેરિઅન્ટ કરતા આગળ વધી ગયા.

ડેલ્ટા વેરિઅન્ટને કારણે એપ્રિલમાં દિલ્હીમાં નવા કેસોમાં 10 ગણો વધારો થયો હતો. બે અઠવાડિયાના સમયગાળા દરમિયાન લગભગ 2,500 થી 25,000 દૈનિક કેસ નોંધાયા હતા. જેના કારણે હેલ્થકેર સિસ્ટમ ક્રેસ થઈ ગઈ. દૈનિક મૃત્યુમાં પણ અગાઉ કરતા ત્રણ ગણો વધારો જોવા મળ્યો. રિસર્ચમાં એ પણ જોવા મળ્યુ છે તે ડેલ્ટા વેરિઅન્ટ અગાઉના સંક્રમણથી મળેલી રોગપ્રતિકારક શક્તિથી પણ બચી શકે છે.

English summary
Research has uncovered facts about Delta variants of the Corona virus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X