For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આંધ્રપ્રદેશમાં 89 લાખ મનરેગા મજૂરોના આધાર ડેટા લીક

ટ્વિટર પર એક રિસર્ચર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આંધ્રપ્રદેશમાં 89 લાખ મનરેગા મજૂરોના આધાર ડેટા સરકારી વિભાગ ઘ્વારા લીક કરી દેવામાં આવ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

આધારકાર્ડના ડેટા સુરક્ષાના દાવા વચ્ચે વધુ એક લીકનો મામલો સામે આવ્યો છે. માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એક રિસર્ચર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આંધ્રપ્રદેશમાં 89 લાખ મનરેગા મજૂરોના આધાર ડેટા સરકારી વિભાગ ઘ્વારા લીક કરી દેવામાં આવ્યા છે. સાઇબર સિક્યોરિટી રિસર્ચર શ્રીનિવાસ કોડાલી ઘ્વારા આ દાવો ટ્વિટર પર ગુરુવારે કરવામાં આવ્યો છે.

UIDAI બગ રિપોર્ટિંગ મિકેનિઝમ ક્યાં છે?

UIDAI બગ રિપોર્ટિંગ મિકેનિઝમ ક્યાં છે?

પોતાના ટ્વિટર એકાઉન્ટ @digitaldutta પર તેમને દાવો કર્યો છે કે 89,38,138 મનરેગા મજૂરોના આધાર ડેટા, આ વેબસાઈટ મેન્ટેનન્સ કરનાર 100 બિલિયન ડોલરની કંપની ટીસીએસ તરફથી લીક કરવામાં આવ્યો છે. સુરક્ષા એજેન્સીઓને જાણકારી આપી દેવામાં આવી છે. હવે સવાલ છે કે UIDAI બગ રિપોર્ટિંગ મિકેનિઝમ ક્યાં છે?

હવે સંતાડવાનું શરૂ કર્યું

કોડાલી ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ અને રાજ્ય સરકાર વચ્ચે સંયુક્ત ઉદ્યમ એપી ઓનલાઇન ઘ્વારા બનાવવામાં આવેલું, આંધ્રપ્રદેશ લાભ વિતરણ પોર્ટલે હવે સાર્વજનિક રૂપે ઉપલબ્ધ ડેટાબેઝ પર આધાર નંબર સંતાડવાનું શરૂ કર્યું.

કોડાલીએ કહ્યું કે..

કોડાલીએ કહ્યું કે..

કોડાલી એ કહ્યું કે તેમને આ મામલે સુરક્ષા એજેન્સીઓને જણાવ્યું હતું. મીડિયાનામાં એ કોડાલીના હવાલેથી લખ્યું કે કેટલાક બદલાવ કર્યા છે. કોડાલીએ કહ્યું કે અમારી પાસે આ ડેટા લીક રિપોર્ટ કરવાનો કોઈ જ રસ્તો નથી. સુરક્ષા એજેન્સીઓ પાસે ખરેખર કોઈ જ જવાબ નથી. આ કોઈ હેક અથવા સરકારી ડેટા પર હુમલો નથી. પરંતુ સરકાર જાતે જ ડેટા ભરી રહી છે જયારે તેને સાર્વજનિક નહીં કરવું જોઈએ.

English summary
Researcher claimed aadhar data leak in andhra pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X