For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: નાગરિકતા બિલ 2016 પર કોંગ્રેસનું લોકસભાથી વોક આઉટ

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટો દાવ રમતા ગરીબ સવર્ણો (આર્થિક રૂપે પછાત ઉંચી જાતિ) માટે 10 ટકા આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટો દાવ રમતા ગરીબ સવર્ણો (આર્થિક રૂપે પછાત ઉંચી જાતિ) માટે 10 ટકા આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે. આજે આ બિલ લોકસભામાં સંવિધાનિક મંજૂરી આપવા માટે રજુ કરવામાં આવશે. આરક્ષણ બિલને જોતા રાજ્યસભાના સત્રને એક દિવસ વધારે એટલે કે 9 જાન્યુઆરી સુધી વધારવાનું નક્કી કરવામાં આવ્યું છે. સરકારની કોશિશ છે કે આ બિલ ઉચ્ચ સદનમાં પાસ કરાવવામાં આવે પરંતુ બહુમત નહીં હોવાને કારણે આ બિલ પર રાજ્યસભામાં સરકારને મુશ્કિલ વેઠવી પડી શકે છે.

parliament

Newest First Oldest First
5:42 PM, 8 Jan

અમે આ કોટા બિલનું સમર્થન કરીયે છે, અમે તેના વિરુદ્ધ નથી, પરંતુ જે રીતે તેને લાવવામાં આવી રહ્યું છે તે તેની ઈમાનદારી પર સવાલ ઉભા કરે છે: કેવી થોમસ
5:41 PM, 8 Jan

ગરીબો માટે 10 ટકા આરક્ષણ એક જુમલા બનીને ના રહી જ્યાં, તેને ખુબ જ ઉતાવળમાં લાવવામાં આવ્યું છે: કેવી થોમસ
5:40 PM, 8 Jan

નાગરિકતા સંશોધન વિધેયક 2019 લોકસભાથી પાસ
2:53 PM, 8 Jan

નાગરિકતા બિલ 2016 પર કોંગ્રેસનું લોકસભાથી વોક આઉટ
2:52 PM, 8 Jan

ત્રણ રાજ્યોમાં હાર પછી ભાજપને આરક્ષણની યાદ આવી, તેમનો ઈરાદો આરક્ષણ આપવાનો નથી. જો બિલ સંસદમાં પાસ નહીં થયું તો તેઓ કહેશે કે અમે પ્રયાસ તો કર્યો: ઉમર અબ્દુલ્લાહ
2:13 PM, 8 Jan

સવર્ણ આરક્ષણ બિલને કેટ્લીક શરતો સાથે સમર્થન કરશે સમાજવાદી પાર્ટી, રામ ગોપાલ યાદવે ઓબીસી કોટા વધારવાની માંગ કરી
2:12 PM, 8 Jan

રાફેલથી બચવા માટે સરકાર આરક્ષણ કાર્ડ રમી રહી છે: જેએમએમ
2:11 PM, 8 Jan

સવર્ણો માટે 10 ટકા આરક્ષણ સાથે જોડાયેલા બિલને આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બસપા અને એનસીપી ઘ્વારા સમર્થન આપવામાં આવ્યું. ડીએમકે ઘ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો. બિલ પર સાંજે 5 વાગ્યે ચર્ચા થશે.
2:09 PM, 8 Jan

લોકસભામાં સામાજિક ન્યાય મંત્રી થાવર ચંદ ગેહલોતે સવર્ણો માટે 10 ટકા અનામત આપવા સાથે જોડાયેલું સંવિધાનિક સંશોધન બિલ રજુ કર્યું.
2:07 PM, 8 Jan

ભારે હંગામા વચ્ચે ટ્રેડ યુનિયન સંશોધન બિલને સંસદમાં રજુ કરવામાં આવ્યું
10:50 AM, 8 Jan

બસપા સુપ્રીમો માયાવતીએ ગરીબ સવર્ણોને આરક્ષણ આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું
9:53 AM, 8 Jan

આમ જોવા જઇયે તો સંવિધાનમાં આ પ્રકારની કોઈ પણ વ્યવસ્થા નથી તેવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે નિર્ણય લાગુ કરવા માટે સંવિધાનમાં સંશોધન કરવું પડશે.
9:51 AM, 8 Jan

એક હજાર વર્ગ ફીટથી નાના ઘરવાળાઓને પણ આનો લાભ મળશે. નિગમમાં આવાસીય પ્લોટ છે તો 109 યાર્ડથી ઓછી જમીન હોય કે પછી નિગમથી બહાર પ્લોટ હોય તો 209 યાર્ડથી ઓછી જમીન હોય તેને પણ આનો લાભ મળશે.
9:51 AM, 8 Jan

સૂત્રો મુજબ અનામતનો લાભ માત્ર એ જ સવર્ણોને મળશે જેમની વાર્ષિક આવક 8 લાખ રૂપિયાથી ઓછી હશે. આ ઉપરાંત જેમની પાંસે પાંચ એકરથી ઓછી જમીન હશે તે પણ આના હકદાર ગણાશે.
9:50 AM, 8 Jan

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ ખેલીને આર્થક રીતે નબળા સવર્ણોને 10% અનામત આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય બાદ અનામતનો કોટા 49.5 ટકાથી વધીને 59.5 ટકા થઈ જશે.

English summary
10 percent upper caste quota reservation bill to be tabled in loksabha live updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X