For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેશમા ના હોત તો 2002ના રમખાણોમાં ઘણા નિર્દોષોના જીવ જતાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 મે: ગુજરાતના અમદાવાદની રહેનારી રેશમા રંગરેજે જ્યારે વર્ષ 2000ની આસપાસ લગ્ન કર્યા તો તેને ન્હોતી ખબર કે તેનો પતિ એક દિવસ આતંકવાદી બની જશે, તેને ખૂદ પોલીસના હવાલે કરવો પડશે. રેશમાના સાહસ અને સમાજ પ્રત્યે તેની જવાબદારીએ તેની પાસે એ કામ કરાવડાવ્યું જે ભાગ્યે જ કોઇ કરી શકે.

રેશમાંએ 2002ના રમખાણો દરમિયાન પોતાના પતિની અમદાવાદમાં જગન્નાથ યાત્રા દરમિયાન સીરીયલ બ્લાસ્ટ વિસ્ફોટ કરવાના કાવતરાને ન માત્ર નિષ્ફળ કર્યું પરંતુ રેશમાએ પોતાના પતિને પોલીસના હવાલે પણ કર્યો. રેશમાને તેના આ સાહસભર્યા કાર્ય બદલ બુધવારે 'ગોડફ્રે ફિલિપ્સ' શારીરિક સાહસ પુરસ્કારથી સમ્માનવામાં આવી. આ અવસરે રેશમાએ જણાવ્યું કે 'જ્યારે મે મારા પતિને બોમ્બની સાથે જોયો ત્યારે મને તેન એક બાજું હું મારા પરિવાર અંગે વિચારવા લાગી અન બીજી તરફ દેશની જનતા વિશે. મારી આત્માએ કહ્યું કે એકનો જીવ જવાથી હજારોનો જીવ બચતો હોય તો એ જ સારુ છે. '

reshma rangrez
રેશમાએ જણાવ્યું કે તેણે તેના પતિને ધક્કો મારી દીધો અને તેની પાસેથી બોમ્બનો થેલો છીનવીને ધાબા પર ભાગી ગઇ અને મોબાઇલથી પોલીસને ફોન કરી બોમ્બની માહીતી આપી દીધી. રેશમા જણાવે છે કે તેણે બોમ્બના થેલાને કસીને પકડી રાખ્યો હતો અને તે સમયે તે વિચારી રહી હતી કે બધાનો જીવ જાય એના કરતા તેનો જીવ જાય એ યોગ્ય છે. પતિ અંગે પૂછતા રેશમાએ જણાવ્યું કે પતિ તેની સાથે શરૂઆતથી જ ઘરેલું હિંસા કરતો હતો. રેશમાએ કહ્યું કે તેણે પતિને ખૂબ જમજાવવાની કોશીસ કરી પરંતુ 2002ના રમખાણો વખતે તેના પતિના સંબંધ કેટલાક ગેરકાનૂની લોકો સાથે બંધાયા તે મોટો માફિયા બનવાના સપના સેવવા લાગ્યો હતો.

રેશમાના સાહસના કારણે જ ભયાનક દૂર્ઘટના ટળી ગઇ અને કેટલાય લોકોના જીવ બચી ગયા. આજે રેશમાનો પતિ જેલમાં છે અને રેશમા તેને ફરી ક્યારે મળવા નથી ગઇ. રેશમાને બે દીકરી અને એક દીકરો છે અને રેશમા તેમનું ભરપોષણ જાતે કરે છે. તેના માટે રેશમા પોતાના ભણતરને જશ આપે છે અને કહે છે કે 'જો હું શિક્ષિત ના હોત તો હું તેમનું લાલન પાલન કેવી રીતે કરતી.'

રેશમા પોતના ઘરમાં બાળકોને ટ્યુશન આપે છે અને ઘણી સંસ્થાઓ સાથે મળીને મહિલાઓને જાગૃત કરવા અને સશક્ત કરવાનું કામ પણ કરે છે. રેશમા ઇચ્છે છે કે તેના પુત્રની સાથે સાથે તેની બંને પુત્રીઓ પણ ભણીગણીને આગળ વધે જેના કારણે તે પોતાનું જીવન જીવી શકે.

English summary
Reshma Rangrez, an awardee of Godfrey Philips Bravery Awards 2013 from Gujarat, with her kids during a press conference in New Delhi on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X