For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીએમ નીતિશ સામે ખુલી બિહાર પોલીસની પોલ, 22 રાઈફલ ફૂટી જ નહિ

સીએમ નીતિશ સામે ખુલી બિહાર પોલીસની પોલ, 22 રાઈફલ ફૂટી જ નહિ

|
Google Oneindia Gujarati News

બિહાર પોલીસ પોતાના કારનામોને લઈ હંમેશા ચર્ચામાં રહેશે. આ વખતે પણ બિહાર પોલીસે મજાક બનાવીને રાખી દીધો. એ પણ ત્યારે જ્યારે ખુદ રાજ્યના મુખ્યમંત્રી ત્યાં હાજર હતા. જેને કારણે ખુદ મુખ્યમંત્રીએ શર્મસાર થવું પડ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી ડૉ. જગન્નાથ મિશ્રના અંતિમ સંસ્કાર દરમિયાન સલામી માટે ઉઠેલ 22 રાઈફલમાંથી એકેયમાંથી ગોળી ન છૂટી.

જગન્નાથ મિશ્રના અંતિમ સંસ્કાર

જગન્નાથ મિશ્રના અંતિમ સંસ્કાર

બુધવારે ડૉ. જગન્નાથ મિશ્રના અંતિમ સંસ્કાર તેમને પૈતૃક ગામ બલુઆ સુપૌલમાં કરવામાં આવ્યા હતા, જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને ઉપમુખ્યમંત્રી સુશીલ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. જણાવી દઈએ કે સોમવારે હ્રદય રોગનો હુમલો આવતાં જગન્નાથ મિશ્ર નિધન પામ્યા હતા. જે બાદ રાજ્ય સરકારે 3 દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો અને તેમના અંતિમ સંસ્કાર રાજકીય સમ્માન સાથે કરવામાં આવી રહ્યા હતા.

ગોળી ન છૂટી

ગોળી ન છૂટી

રાજકીય સન્માન દરમિયાન પોલીસની 22 રાઈફલ આકાશ તરફ ઉઠી જરૂર, પરંતુ તેમાંથી ગોળી ન છૂટી. એટલે કે એકેય રાઈફલ ન ચાલી. મુખ્યમંત્રીએ આઈજી તરફ ઈશારો કરીને પૂછ્યું કે શું થઈ રહ્યું છે અને જિલ્લાના એસપીએ એમ કહીને હાથ ખંખેરી લીધો કે ઉચ્ચસ્તરીય મામલો છે, માટે આ મામલે ડીજીપી કંઈક જણાવી શકશે.

ઉચ્ચસ્તરીય તપાસ પણ થવી જોઈએ

ઉચ્ચસ્તરીય તપાસ પણ થવી જોઈએ

જણાવી દઈએ કે સીએમ નીતિશ કુમાર હંમેશા કહે છે કે જેકંઈપણ સંશાધનની જરૂર હોય તે પોલીસને આપવા માટે હંમેશા તૈયાર રહે છે અને આપે પણ છે પરંતુ તેમને રિઝલ્ટ જોઈએ. પરંતુ આવું રિઝલ્ટ હશે તે કોઈએ નહિ વિચાર્યું હોય. બિહાર પોલીસનો હંમેશા કોઈને કોઈ કારણસર મજાક ઉડતો રહે છે. ક્યારેક પોલીસકર્મીઓની ગતિવિધિને કારણે તો ક્યારેક સંશાધનના અભાવને કારણે. પરંતુ આ ઘટના ખરેખર ચોંકાવનારી છે અને તેની ઉચ્ચસ્તરીય તપાસ પણ થવી જોઈએ.

<strong>યુવાનો બેરોજગાર રહેશે તો લગ્ન પણ નહિ થાય અને જનસંખ્યા પણ નહિ વધેઃ અખિલેશ</strong>યુવાનો બેરોજગાર રહેશે તો લગ્ન પણ નહિ થાય અને જનસંખ્યા પણ નહિ વધેઃ અખિલેશ

English summary
rifle fail to fire in funeral of former bihar cm jagannath mishra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X