For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ તરીકે આરકે માથુરે શપથ લીધા

રાધા કૃષ્ણ માથુરે ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ પદના શપથ લીધા છે.

|
Google Oneindia Gujarati News

રાધા કૃષ્ણ માથુરે ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખના પહેલા ઉપરાજ્યપાલ પદના શપથ લીધા છે. જે જમ્મુ કાશ્મીરથી અલગ થઈને કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. માથુરને જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ગીતા મિત્તલે સમારંભમાં શપથ લેવડાવ્યા છે. ગીતા મિત્તલ હવે શ્રીનગર માટે રવાના થશે જ્યાં તે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલના પદ માટે ગિરીશ ચંદ્ર મુર્મૂને શપથ અપાવશે. સૂત્રોનુ કહેવુ છે કે બેશક સરકારી કાર્યાલય શ્રીનગરથી જમ્મુ જતા રહ્યા છે પરંતુ શપથગ્રહણ સમારંભ શ્રીનનગરમાં જ આયોજિત કરવામાં આવી રહ્યુ છે જેથી દેશ સાથે કાશ્મીરના એકીકરણને બતાવી શકાય. આ શપથગ્રહણ સમારંભમાં ના તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ના ગૃહમંત્રી અમિત શાહ ભાગ લઈ રહ્યા છે.

ladakh

73 વર્ષના જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકને ગોવાના રાજ્યપાલ નિયુક્ત કરવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદથી દેશના રાજ્યોની સંખ્યા ઘટીને 28 થઈ ગઈ છે જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા વધીને 9 થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં પુડુચેરીની જેમ વિધાનસભા થશે જ્યારે લદ્દાખ, ચંદીગઢની જેમ વિધાનસભાવાળુ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે.
તમને જણાવી દઈએ ક મુર્મી 1985ની બેંચના ગુજરાત કેડરના આઈએએસ અધિકારી છે જેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક ઘનિષ્ઠ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. જે સમયે પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મુર્મૂ તેમના પ્રધાન સચિવ હતા.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરનો ઈતિહાસ અને ભૂગોળ બંને બુધવાર અને ગુરુવારની રાતથી બદલાઈ ગયા છે. હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયા છે. જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બિલ, 2019 હવે લાગુ થઈ ગયુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે મોડી રાતથી આની અધિસૂચના જારી કરી. આનો અર્થ એ કે હવે બંને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારતીય દંડસંહિતા (આઈપીસી) અને ક્રિમિનલ પ્રોસીજનર કોડ (સીઆરપીસી)ની ધારાઓ લાગુ થશે.

આ પણ વાંચોઃ 370 અને 35એ દેશમાં આતંકવાદની એન્ટ્રીનુ ગેટવે બની ગયુ હતુઃ અમિત શાહઆ પણ વાંચોઃ 370 અને 35એ દેશમાં આતંકવાદની એન્ટ્રીનુ ગેટવે બની ગયુ હતુઃ અમિત શાહ

English summary
RK Mathur Sworn In As First Lt Governor Of Ladakh and GC Murmu sworn as Jammu and kashmir Lt Governor
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X