For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Weather: તેજ વરસાદને કારણે બેંગ્લોરના રસ્તામાં ભુવો પડ્યો

Weather: તેજ વરસાદને કારણે બેંગ્લોરના રસ્તામાં ભુવો પડ્યો

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ કર્ણાટકના કેટલાય જિલ્લામાં કાલ સાંજથી શરૂ થયેલ વરસાદનો સિલસિલો આજે સવાર સુધી ચાલતો રહ્યો, રાજધાની બેંગ્લોરમાં તેજ વરસાદે જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ગત રાતે બેંગ્લોરમાં થયેલ તેજ વરસાદના કારણે રસ્તામાં જબરો ભુવો પડ્યો, જણાવી દઈએ કે બેંગ્લોરમાં પાછલા કેટલાક દિવસોથી થઈ રહેલ વરસાદે લોકોની પણ મુશ્કેલી વધારી દીધી છે.

rain

વરસાદના કારણે કેટલીય જગ્યાએ ઝાડવા પડી ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. જ્યારે ખેડૂતો પણ આ બિનમોસમ વરસાદથી ઘણા પરેશાન થયા છે. જો કે ગરમીનો માર ઝેલી રહેલ લોકોને આ વરસાદથી થોડી રાહત જરૂર મળી છે.

અહીં આજે પણ વરસાદ થઈ શકે

હવામાન વિભાગના પૂર્વાનુમાનો મુજબ આગલા 24 કલાક દરમિયાન આજે પણ કર્ણાટકમાં વરસાદ થઈ શકે છે, માટે લોકોને અલર્ટ રહેવા કહેવામાં આવ્યું છે. હવામાન વિભાગે આ વર્ષે મૉનસૂન વિશે જાણકારી આપતા જણાવ્યું કે આ વર્ષે દેશમાં સામાન્ય મૉનસૂન રહેશે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચીવ માધવન રાજીવને જણાવ્યુ્ં કે મૉડલ એરરને ધ્યાનમાં રાખતા દીર્ઘ અવધિ મૉનસૂનમાં 5 ટકાની કમી અથવા 5 ટકાનો વધારો થઈ શકે છે, પૂર્વાનુમાન મુજબ 2020 દરમિયાન મૉનસૂન સામાન્ય રહેશે અને તે 100 ટકા એવરેજ રહે તેવું અનુમાન છે.

Weather Forecast: હવામાને કરવટ બદલી, આ રાજ્યોમાં થઈ શકે ભારે વરસાદWeather Forecast: હવામાને કરવટ બદલી, આ રાજ્યોમાં થઈ શકે ભારે વરસાદ

English summary
Road cave in Bengaluru after heavy rain last night, Thunderstorm expected today Karnataka, says Imd.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X