Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જ્યાં સુધી આરોપમુક્ત નહીં થાઉં, ત્યાં સુધી સક્રિય રાજનીતિમાં નહીં આવું: રોબર્ટ વાડ્રા

મની લોન્ડરિંગ મામલે જાંચનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે.

મની લોન્ડરિંગ મામલે જાંચનો સામનો કરી રહેલા રોબર્ટ વાડ્રાએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. રોબર્ટ વાડ્રા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જે લોકોએ દેશને લુંટ્યું અને બરબાદ કરીને ભાગી ગયા તેમનું શુ કર્યું? રોબર્ટ વાડ્રાએ કહ્યું કે તેઓ ભારતમાં જ રહેશે. રાજનીતિમાં આવવાના સવાલ પર રોબર્ટ વાડ્રાએ મોટું નિવેદન આપ્યું છે. તેમને કહ્યું જે જ્યાં સુધી તેમના પર લાગેલા બધા જ આરોપોમાંથી તેઓ મુક્ત નહીં થાય, ત્યાં સુધી તેઓ ભારત છોડીને ક્યાંય નહીં જાય અને સક્રિય રાજનીતિમાં પણ નહીં આવે.

Robert Vadra

આ પહેલા પણ રાજનીતિમાં આવવાના સવાલ પર રોબર્ટ વાડ્રા ઘ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. રોબર્ટ વાડ્રાએ રાજનીતિમાં તેના આવવાની ના નથી પાડી, પરંતુ આવશે તેવું એલાન પણ નથી કર્યું. તેમને કહ્યું કે તેઓ આવનારા સમયમાં તેનો નિર્ણય કરશે. તેમને કહ્યું હતું કે રાજનીતિમાં આવવાની તેમને કોઈ જ જલ્દી નથી. સમય આવવા પર તેના અંગે નિર્ણય કરવામાં આવશે. તેમને કહ્યું કે ભવિષ્યમાં તેઓ આ દિશામાં કામ કરશે.

આ પણ વાંચો: રાહુલનો મોટો આરોપ - રાફેલની ફાઈલોમાં PM-PMOનું નામ, કાર્યવાહી કરો

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રાની જામીન 19 માર્ચ સુધી વધારી દેવામાં આવી છે. રોબર્ટ વાડ્રાએ કોર્ટમાં અરજી આપીને જામીનની તારીખ આગળ વધારવાની માંગ કરી છે. રોબર્ટ વાડ્રા પર દેશની બહાર બેનામી સંપત્તિ રાખવાનો પણ આરોપ છે. રાજસ્થાન, હરિયાણામાં પણ જમીનના સોદા અંગે રોબર્ટ વાડ્રા પર આરોપો લાગ્યા છે. આ પહેલા તેઓ દિલ્હી અને જયપુરમાં ઘણી જગ્યાઓ પર ઈડી સામે જાંચ માટે હાજર થઇ ચુક્યા છે.

આ પણ વાંચો: દિલ્લીની રાજકીય તસવીરઃ અત્યારે ચૂંટણી થઈ તો કોણ મારશે બાજી? સર્વેમાં ખુલાસો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X