રોબોર્ટ વાડ્રાને મળી ભવિષ્ય ભાંખતી ગાય, બોલ્યા- હેલો ડાર્લિંગ, કૈસી હો બેબી
રોબોર્ટ વાડ્રાને મળી ભવિષ્ય ભાંખતી ગાય, બોલ્યા- હેલો ડાર્લિંગ, કૈસી હો બેબી
નવી દિલ્હીઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ રવિવારે એક વીડિયો શેર કરતા કહ્યું કે ભારતને તેની વિવિધતા અને બહુમુખી પ્રતિભા માટે પ્રેમ કરું છું. સાથે જ તેમણે લખ્યું કે તમે રસ્તા પર ઘણું બધું સીખો છો, અહીં તમે પવિત્ર ગાય પાસેથી તમારું ભવિષ્ય જાણી શકો છો. તેમણે લખ્યું કે આ ભવિષ્ય ભાંખતી ગાય છે જે પોતાનું માથું હલાવી તમારું ભવિષ્ય જણાવે છે. રોબર્ટ વાડ્રાએ એક તસવીર પણ શેર કરી.
ગાય વાડ્રાની કાર પાસે ગઈ
રોબર્ટ વાડ્રાએ ગાયના માલિક સાધુને પૂછ્યું કે શું આ ગાય મને બધું જણાવશે. સાધુએ કહ્યું કે 'આ ગાય તમને બધું જ જણાવશે સાથે જ આશિર્વાદ પણ આપશે, આ શ્રાવણનો પવિત્ર મહિનો છે.' જે બાદ ગાય વાડ્રાની કાર પાસે ગઈ તેમણે ગાયને બહુ પ્રેમથી હાથ ફેરવ્યો. વાડ્રાએ ગાયને થપથપાવતા કહ્યું, હેલો ડાર્લિંગ, હેલો બેબી.
વિવિધતા અને બહુમુખી પ્રતિભા માટે પ્રેમ કરું છું
રોબર્ટ વાડ્રાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, ભારતની તેની વિવધતા અને બહુમુખી પ્રતિભા માટે પ્રેમ કરું છું, તમે ભારતના રસ્તાઓ પર નિકળો તો ઘણુંબધું સીખી શકો છો. લોકોની મદદ કરી શકો છો અને જે બાદ તમારા વખાણમાં તેમના ચેહરા પર જે પ્યારી મુશ્કાન ઉતરી આવે છે, તેનો અહેસાસ કરી શકો છે, બાદમાં તમને ગુલાબનાં ફુલ મળશે.
જ્યારે વાડ્રાને પ્રિયંકાએ કહ્યું- અત્યારે ડિનર પર લઈ જઈ શકો
પ્રિયંકા ગાંધીએ ગત બુધવારે સોશિયલ મીડિયા પર ચાલી રહેલ #SareeTwitter ટ્રેન્ડમાં ભાગ લેતા પોતાની 22 વર્ષ જૂની તસવીર શેર કરી હતી. પ્રિયંકાએ પોતાના લગ્નના દિવસે પૂજા કરતા આ તસવીર પડાવી હતી, જેમાં તેમણે સાડી પહેરી હતી. આ ટ્વીટ બાદ લોકોએ તેમને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી. પરંતુ બાદમાં પ્રિયંકાએ ટ્વીટ કરી પોતાના પતિ રોબર્ટ વાડ્રાને ટેગ કરતા લખ્યું કે તમે પણ મને ડિનર પર લઈ જઈ શકો છો.