For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉજ્વલાએ રોહિત શેખર અને અપૂર્વા વિશે ખોલ્યો વધુ એક મોટો રાઝ

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી દિવંગત એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની મોતની ગુત્થીના પડ ધીમે ધીમે ખુલી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી દિવંગત એનડી તિવારીના પુત્ર રોહિત શેખરની મોતની ગુત્થીના પડ ધીમે ધીમે ખુલી રહ્યા છે. દિલ્લી પોલિસ અલગ અલગ એંગલોને ધ્યાનમાં રાખીને આ કેસની તપાસ કરી રહી છે. જ્યારે આ મામલે વધુ એક નવી વાત સામે આવી છે. મા ઉજ્વલા એક વાર ફરીથી મીડિયા સામે આવી અને અપૂર્વા-રોહિતના સંબંધો વિશે તેણે એક મોટો રાઝ ખોલ્યો છે.

છૂટાછેડાની તૈયારી કરી રહ્યા હતા અપૂર્વા-રોહિત

છૂટાછેડાની તૈયારી કરી રહ્યા હતા અપૂર્વા-રોહિત

ઉજ્વલાએ જણાવ્યુ કે અપૂર્વા-રોહિત વચ્ચે સંબંધો રોજેરોજ બગડતા જઈ રહ્યા હતા. તેમના મુજબ લગ્નના આગલા દિવસથી જ પતિ-પત્નીમાં ઝઘડો શરૂ થઈ ગયો હતો, બંને અલગ અલગ સૂતા હતા. આ જ કારણ હતુ કે બંને પરસ્પર છૂટાછેડાની તૈયારી કરી રહ્યા હતા જો બધુ ઠીક રહેતુ તો જૂનમાં અપૂર્વા અને રોહિત અલગ થઈ શકતા હતા.

ઘણી વાર બંને વચ્ચે થતા હતા ઝઘડા - ઉજ્વલા

ઘણી વાર બંને વચ્ચે થતા હતા ઝઘડા - ઉજ્વલા

આ તરફ પોલિસ પણ મૃતક રોહિત શેખરના ઘરે અડ્ડો જમાવેલો છે અને બધા લોકોને અંદર જ ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલિસના રડાર પર રોહિતની પત્ની અપૂર્વા છે કારણકે રોહિતની મા ઉજ્વલાએ તેની વિશે ઘણા રાઝ ળોક્યા છે. ઉજ્વલાએ રોહિતના મોત બાદ જ કહ્યુ હતુ કે જે પરિસ્થિતિઓમાં તેમના પુત્રનું મોત થયુ છે તેના વિશે તે બાદમાં જણાવશે.

‘અપૂર્વા અને તેનો પરિવાર સંપત્તિ હડપવા ઈચ્છે છે'

‘અપૂર્વા અને તેનો પરિવાર સંપત્તિ હડપવા ઈચ્છે છે'

રોહિતની મા ઉજ્વલાએ અપૂર્વા અને તેના પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ઉજ્વલાનું કહેવુ હતુ કે અપૂર્વા અને તેનો પરિવાર સંપત્તિ હડપવા ઈચ્છે છે. તેમનુ એ પણ કહેવુ હતુ કે રોહિત જે ઘરમાં રહેતો હતો તે સુપ્રીમ કોર્ટ પાસે છે જ્યાં અપૂર્વા પ્રેકટીસ કરે છે. રોહિતની માએ કહ્યુ કે અપૂર્વોનો પરિવાર પૈસાનો લાલચી છે.

સુપ્રીમ કોર્ટમાં વકીલ છે અપૂર્વા

સુપ્રીમ કોર્ટમાં વકીલ છે અપૂર્વા

રોહિત શેખરની પત્ની અપૂર્વા સુપ્રીમ કોર્ટમાં વકીલ છે. અપૂર્વા મૂળ ઈન્દોરની રહેવાસી છે. તેમની અને રોહિતની મુલાકાત દિલ્લીમાં થઈ હતી. અપૂર્વાના પિતા પણ વ્યવસાયે વકીલ છે. ઈન્દોરમાં તે જાણીતા વકીલ છે. હંમેશા લાઈમલાઈટથી દૂર રહેતી અપૂર્વા દીલ્લીમાં જ રહે છે. વકીલાત સાથે સાથે અપૂર્વા સામાજિક કાર્યોમાં પણ રસ લે છે.

નારાયણ દત્ત તિવારીએ રોહિતને પોતાનો પુત્ર સ્વીકારી લીધો હતો

નારાયણ દત્ત તિવારીએ રોહિતને પોતાનો પુત્ર સ્વીકારી લીધો હતો

તમને જણાવી દઈએ કે નારાયણ દત્ત તિવારી લાંબા સમયથી રોહિતને પોતાનો પુત્ર માનવાનો ઈનકાર કરતા રહ્યા હતા. 2014માં તિવારીએ અદાલતના આદેશ બાદ રોહિતને પોતાનો પુત્ર સ્વીકારી લીધો હતો. એનડી તિવારીનું93 વર્ષની વયે ઓક્ટોબર 2018ના રોજ નિધન થઈ ગયુ હતુ. જાન્યુઆરી 2017માં ભાજપમાં શામેલ થયા હતા અને એક વર્ષ પહેલા જ તેમણે અપૂર્વા શુક્લા સાથે લગ્ન કર્યા હતા.

આ પણ વાંચોઃ પત્ની અને 3 બાળકોની હત્યા બાદ વ્યક્તિએ ફેમિલીને કહ્યુ, 'લાશો ઉઠાવી લો'આ પણ વાંચોઃ પત્ની અને 3 બાળકોની હત્યા બાદ વ્યક્તિએ ફેમિલીને કહ્યુ, 'લાશો ઉઠાવી લો'

English summary
Rohit Shekhar Death case: Ujjawala says, both were supposed to be divorced in june
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X