For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોહિતના મૃત્યુ અંગેનું ઉંડું રહસ્ય, પત્નીની પૂછપરછ કરી રહી છે પોલીસ

રોહિતના મૃત્યુ અંગેનું ઉંડું રહસ્ય, પત્નીની પૂછપરછ કરી રહી છે પોલીસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવી ચૂકેલ સ્વ એનડીએ તિવારીના દીકરા રોહિત શેખર તિવારીના મૃત્યુને લઈ મોટો ખુલાસો થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રાહિત શેખરનું અપ્રાકૃતિક મૃત્યુ થયું છે. દિલ્હી પોલીસે કહ્યું કે ઓસિકાંથી મોઢું દબાવી રોહિતની હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ મામલામાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચ રોહિત શેખર તિવારીની પત્ની સાથે પૂછપરછ કરી રહી છે.

રોહિતનું મૃત્યુ સામાન્ય નથી- દિલ્હી પોલીસ

રોહિતનું મૃત્યુ સામાન્ય નથી- દિલ્હી પોલીસ

પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા બાદ દિલ્હી પોલીસે કહ્યું હતું કે રોહિતનું મૃત્યુ સ્વાભાવિક નહોતું. આ મામલે અજાણ્યા શખ્સ સામે આઈપીસીની કલમ 302 અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો છે. રોહિતના મૃત્યનો મામલો ક્રાઈમ બ્રાન્ચને સોંપી દીધો છે. શુક્રવારે ફોરેન્સિક અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ મામલાની તપાસ માટે રોહિતના આવાસ ઘરે પહોંચી હતી. જ્યારે આજે રોહિતની પત્ની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. રોહિત પોતાના ઘરમાંથી મૃત હાલતમાં મળી આ્યો હતો. તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું. જે બાદ તેની મા અને પત્ની તેને હોસ્પિટલે લઈ ગઈ હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.

પત્નીની પૂછપરછ માટે ઘરે પહોંચી ક્રાઈમ બ્રાન્ચ

રોહિતનું મૃત્યુ થયું ત્યારે તેની માએ કહ્યું હતું કે મને રોહિત શેખરના મૃત્યુને લઈ કોઈ પર પણ કઈ પરિસ્થિતિઓને કારણે તેનું મૃત્યુ થયું તેનો ખુલાસો હું બાદમાં કરીશ. જણાવી દઈએ કે રોહિત શેખર 2017માં ભાજપમાં સામેલ થયા હતા. પરંતુ તેઓ રાજનૈતિક રીતે સક્રિય નહોતા. રોહિત એનડીએ તિવારી અને ઉજ્જવલા શર્માના દીકરા હતા.

ઓસિકાંથી મોઢું દબાવી રોહિતની હત્યા કરાઈ

ઓસિકાંથી મોઢું દબાવી રોહિતની હત્યા કરાઈ

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માલુમ પડ્યું કે રોહિત શેખરનું મૃત્યુ અકુદરતી રીતે થયું છે. દિલ્હી પોલીસ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, રોહિતની હત્યા સંભવતઃ ઓશિકાથી મોઢું દબાવીને કરવામાં આવી છે. સૂત્રો મુજબ પોલીસને સાંજે સાઢા સાત વાગ્યે જ રોહિત તિવારીનો પોસ્ટમોર્ટમ રિપોરટ્ મળી ગયો હતો. આ કેસને દિલ્હી પોલીસે ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કર્યો છે.

કાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 45 યાત્રી ઘાયલકાનપુર પાસે પૂર્વા એક્સપ્રેસના 12 ડબ્બા પાટા પરથી નીચે ઉતર્યા, 45 યાત્રી ઘાયલ

English summary
Rohit Shekhar's death case: Delhi crime branch is questioning the wife
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X