For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Rajasthan: 3 મહિના પહેલા જન્મી પુત્રીનો ચહેરો પણ ન જોઈ શક્યા શહીદ રોહિતાશ લાંબા

પુલવામા આતંકી હુમલાના શહીદોની પાછળ, એવી પીડાદાયક કહાનીઓ ગઈ છૂટી છે, જેને યાદ કરીને પરિવારના લોકો ક્યારેય તેમ આંસુઓને રોકી શકશે નહીં અને દેશ ક્યારેય તેમના બલિદાનને ભૂલી શકશે નહીં

|
Google Oneindia Gujarati News

પુલવામા આતંકી હુમલાના શહીદોની પાછળ, એવી પીડાદાયક કહાનીઓ ગઈ છૂટી છે, જેને યાદ કરીને પરિવારના લોકો ક્યારેય તેમ આંસુઓને રોકી શકશે નહીં અને દેશ ક્યારેય તેમના બલિદાનને ભૂલી શકશે નહીં. આવી જ પીડાદાયક કહાની શહીદ રોહિતાશ લામ્બાના પરિવારની છે.

શનિવારે સવારે, શહિદ રોહિતાશ લામ્બાની જયપુર જિલ્લાના તેમના મૂળ ગામ ગોવિંદપુરા ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી. સવારે જેવો જ શહીદ લામ્બાનો પાર્થિવ દેહ પહોંચ્યા ત્યારે, આખું ગામ બહાદુર પુત્રના અંતિમ દર્શન કરવા અને અંતિમ વિદાય આપવા માટે આવ્યું હતું. હજારો લોકો રોહિતાશ લામ્બાની અંતિમવિધિમાં જોડાયા હતા.

આ પણ વાંચો: પૂલવામાં શહીદ થયેલા જવાનોના બાળકોના શિક્ષણની જવાબદારી રિલાયન્સ ફાઉન્ડેશન ઉઠાવશે

નથી થમી રહ્યા રોહિતાશ લાંબાના પરિવારજનોના આંસુ

નથી થમી રહ્યા રોહિતાશ લાંબાના પરિવારજનોના આંસુ

કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, શાંતિ ધારીવાલ, પ્રતાપ સિંહ ખાચરીયાવાસ સહિત રાજસ્થાનના ઘણા મોટા નેતાઓ શહીદના ઘરે પહોંચ્યા હતા. પાર્થિવ દેહ સાથે મોટી સંખ્યામાં સૈન્ય અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. અંતિમવિધિ દરમિયાન લોકો તરફથી લગાવવામાં આવી રહેલા દેશભક્તિના નારાઓથી આકાશ ગુંજતું રહ્યું.

જણાવી દઈએ કે પુલવામાં આતંકવાદી હુમલામાં રાજસ્થાનના પાંચ જવાનો સાથે શહીદ થયેલા રોહિતાશ લામ્બાના બે બાળકો છે. ત્રણ મહિના પહેલા તેમના ઘરે પુત્રીનો જન્મ થયો હતો, તેનો ચહેરો પણ રોહિતાશ ન જોઈ શક્યા હતા. તેમનો બે વર્ષનો પુત્ર એ પણ નથી જાણતો કે પિતાએ ટૂંક સમયમાં પાછા આવવાનું વચન આપ્યું હતું, પણ તે હવે ક્યારેય પાછા આવશે નહીં.

ડ્યુટી પર આવવાના 48 કલાક દરમિયાન શહીદ થયા જીતરામ

ડ્યુટી પર આવવાના 48 કલાક દરમિયાન શહીદ થયા જીતરામ

જીતરામ ગુર્જર સીઆરપીએફ ના 92માં બટાલિયનમાં જવાન તરીકે ની પોસ્ટ પર હતા. જીતરામ ગુર્જરના પિતા ખેડૂત અને ભાઈ વિક્રમ સિંહ બેરોજગાર છે. આવામાં પુત્ર શહિદ થવાના કારણે તેઓ ખુબ દુઃખી થઇ ગયા છે. શનિવારે સવારે શહીદ જીતરામ ગુર્જરને પૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. આ દરમિયાન સમગ્ર ગામ અંતિમવિધિમાં જોડાયું અને શહિદ થયેલા જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

લોહીના બદલે લોહીની માંગ

લોહીના બદલે લોહીની માંગ

શહીદના ભાઈ વિક્રમ સાથેના આખા ગામે સરકાર પાસેથી લોહીના બદલે લોહીની માંગ કરી છે. જીતરામની બે પુત્રીઓ છે. શહીદની અંતિમ વિદાયના સમયે ગ્રામજનોએ પાકિસ્તાન મુદરાબાદના સૂત્રો પણ લગાવ્યા હતા. એવું કહેવામાં આવે છે કે શહીદ પરિવારની નાણાકીય સ્થિતિ સારી નથી. શહીદ જીતરામનું પરિવાર એક ઝૂંપડીમાં રહે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. ઉલ્લેખનીય છે કે જીતરામ મંગળવારે જ જમ્મુ કાશ્મીરમાં ડ્યુટી પર પાછા ફર્યા હતા. લગભગ 48 કલાક પછી શહીદ થઇ ગયા.

ત્રણ વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ, કોઈ આંસુ રોકી શક્યું નહીં

ત્રણ વર્ષના પુત્રએ આપ્યો અગ્નિદાહ, કોઈ આંસુ રોકી શક્યું નહીં

ત્રણ વર્ષીય પુત્રએ આપ્યો અગ્નિદાહ, કોઈ આંસુ રોકી શક્યું નહીં. જમ્મુ અને કાશ્મીરના પુલવામા આતંકવાદી હુમલામાં શહીદ ધૌલપુરના ભાગિરથ સિંહને શનિવારે અંતિમ વિદાઈ આપવામાં આવી હતી. શહીદ ભાગિરથ સિંહને છેલ્લી વિદાય આપવા માટે હજારો લોકો ઉભર્યા હતા. શહીદનો 3 વર્ષનો પુત્ર વિનયએ તેમની ચીતાને અગ્નિદાહ આપ્યો તો કોઈ આંસુ રોકી શક્યું નહીં. લોકોએ શહીદ ભાગીરથ અને ભારત જિંદાબાદના સૂત્રો દ્વારા આકાશ ગજવ્યું હતું. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત અને રાજસ્થાન સરકારની મંત્રી મમતા ભૂપેશ પણ શહીદ ભાગિરથના ઘરે પહોંચ્યા હતા.

English summary
Rohitash Lamba Funeral in Govindpura Shahpura jaipur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X