For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોપોસોએ ‘પ્રાઇડ ઑફ ઇન્ડિયા’કાર્યક્રમ લોન્ચ કર્યો; બબીતા ફોગાટ, નીલ ઘોઝ, ચંદ્રો તોમરનો મળશે સહયોગ

રોપોસોએ ‘પ્રાઇડ ઑફ ઇન્ડિયા’કાર્યક્રમ લોન્ચ કર્યો; બબીતા ફોગાટ, નીલ ઘોઝ, ચંદ્રો તોમર; સંગ્રામસિંહ જેવા ભારતીય પ્રતિભાશાળીઓનો મળશે સહયોગ

|
Google Oneindia Gujarati News

રોપોસોએ બબીતા ફોગાટ, ચંદ્રો તોમર, નીલ ઘોઝ અને સંગ્રામસિંહ જેવા ભારતીય પ્રતિભાશાળીઓના સહયોગથી 'પ્રાઇડ ઑફ ઈન્ડિયા' કાર્યક્રમની શરૂઆત કરી છે. આ બહુઆયામી કાર્યક્રમ વિશિષ્ટ ભારતીયોને સાથી ભારતીયોને માર્ગદર્શન અને પ્રેરણા આપવાનું પ્લેટફોર્મ પ્રદાન કરીને તેમનું સન્માન કરે છે.

roposo

ભારત અનેક પ્રતિભાઓની ભૂમિ છે. ઘણા ભારતીયોએ તેમના પસંદ કરેલા ક્ષેત્રમાં મોટું નામ બનાવ્યું છે અને ઘણા વધારે લોકો પોતાની ઓળખ બહાર આવે તેની રાહમાં છે. રોપોસો માને છે કે આપણામાંના દરેકમાં જન્મજાત પ્રતિભા છે જેને ચમકવા માટે થોડી પ્રેરણા અને એક પ્લેટફોર્મની જરૂર છે.

કાર્યક્રમના ઉદ્ઘાટનના તબક્કાનો પ્રારંભ કોમનવેલ્થ ગેમ્સમાં મહિલા કુસ્તીમાં ભારતની પ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા બબીતા ફોગાટ, 88 વર્ષની વયના વિશ્વના સૌથી વૃદ્ધ મહિલા શાર્પશૂટર, ચંદ્રો તોમર ઉર્ફે શૂટર દાદી, વિશ્વના શ્રેષ્ઠ રેસલર સંગ્રામ સિંહ (વર્લ્ડ રેસલિંગ પ્રોફેશનલ્સ મુજબ) અને જેમની રોબિન હૂડ આર્મી 30 મિલિયન નાગરિકોના નિર્વાહના મિશન પર છે તે નીલ ઘોઝ સાથે થશે.

"જેમ મારી સિદ્ધિઓ પર મારી ઉંમરની કોઈ અસર નથી, તેમ રોપોસો એક સર્વ સમાવેશી પ્લેટફોર્મ છે જે સમગ્ર કદ-આકારોમાં ભેદ કરતું નથી. હું એવા પ્લેટફોર્મમાં યોગદાન આપવા બદલ ખુશ છું કે જે કોઈની સંપૂર્ણ ક્ષમતાને બહાર લાવવા પર અંતરાયો મૂકતું નથી," એમ ચંદ્રો તોમર કહે છે.

પ્રાઇડ ઑફ ઇન્ડિયાના દરેક માર્ગદર્શક પાસે રોપોસો પ્રોફાઇલ હશે, જે નવીનતમ રોપોસો-સ્ટાઇલવાળી ટૂંકી-વિડીયો કેપ્સ્યુલ્સ મારફત તેમના અનુભવો અને જીવનના પાઠ અન્ય મહત્વાકાંક્ષી ભારતીયો સમક્ષ દર્શાવશે.

આ સીરિઝમાં નીચે મુજબનો સમાવેશ થશે:

  • ખંત, સમર્પણ અને શિસ્ત અંગેના ચંદ્રો તોમરના જીવનના પાઠો
  • શારિરીક સુખાકારી પર સંગ્રામસિંહના સલાહ-સૂચનો
  • કમનસીબ લોકો માટે ખોરાક પૂરો પાડવા પર નીલ ઘોઝની આંતરિક જાણકારી
  • સ્વ-બચાવ વિશે બબિતા ફોગાટનો વાર્તાલાપ

દેશના સૌથી મોટા #મેઇડ ઇન ઈન્ડિયા સોશ્યલ વિડીયો પ્લેટફોર્મ તરીકે, ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતાના મૂળિયાવાળું મંચ બનાવવા તરફી અમારી મોટી જવાબદારી છે," એમ રોપોસોની માલિક ગ્લેન્સના સીએમઓ બિકાશ ચૌધરીએ જણાવ્યું હતું. રોપોસો પ્રાઇડ ઑફ ઈન્ડિયાના કાર્યક્રમ સાથે, અમે એવા ભારતીયોને સન્માનિત કરવાની આશા રાખીએ છીએ કે જેમણે રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે અને લાખો ભારતીયોને તેમની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવાની પ્રેરણા આપીને રાષ્ટ્ર-નિર્માણના કાર્યમાં ફાળો આપ્યો છે."

"આ પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ હું રોપોસો ટીમનો ખરેખર આભારી છું - 'ગૌરવ' પ્રમાણિકપણે રોબિન હૂડ આર્મીના પ્રત્યેક રોબિનનું છે." એમ નીલ ઘોઝે કહ્યું હતું. "અમે વર્ષોથી રોપોસો સાથે અસર ઝુંબેશો ચલાવી છે, તેથી તે ટીમ તરફથી તેનાથી પણ વધુ ખાસ આવ્યું છે કે જે વધુ સારા, વધુ સમાવિષ્ટ સમુદાય અને ભવિષ્યના નિર્માણ વિશે દેખીતી રીતે સંભાળ લે છે."

ચંદ્રો તોમર, નીલ ઘોઝ અને સંગ્રામ સિંહ પહેલેથી જ રોપોસો સાથે સક્રિય છે, જેમણે એક જ દિવસમાં 25,000થી વધુ ફોલોઅર્સ મેળવી લીધા છે. બબીતા ફોગાટ આગામી દિવસોમાં તેનો પ્રથમ સંદેશ શેર કરશે.

રોપોસો વિશે

રોપોસો એ ભારતનું #1 વિડીયો શેરિંગ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે, જે ભારતમાં બનાવવામાં આવ્યું છે તેનું ગૌરવ છે અને તે ગ્લાન્સની માલિકીનું છે. અંગ્રેજી અને 10 ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ આ એપ મારફત વપરાશકર્તાઓ શોર્ટ-ફોર્મ વિડીયો સામગ્રીનો ઉપયોગ કરીને પોતાને વ્યક્ત કરી શકે છે અને અન્ય લોકો સાથે જોડાઇ શકે છે. રોપોસોના શક્તિશાળી વિડીયો સર્જન અને એડિટિંગ ટૂલ્સ વપરાશકર્તાઓને તેમની પોતાની ભાષામાં તેમના જીવનની બાબતો, તેમની છુપાયેલી પ્રતિભાને પ્રદર્શિત કરવા અને સંબંધિત મુદ્દાઓ પર તેમનો અભિપ્રાય વ્યક્ત કરવાની છૂટ આપે છે. રોપોસો પાસે 80 મિલિયનથી વધુ વપરાશકર્તાઓ છે અને એક દિવસમાં તે 2 અબજથી વધુ વિડીયો વ્યૂ આપે છે. વધુ માહિતી માટે મુલાકાત લો- www.roposo.com

English summary
roposo launching pride of india program with support of babita photat, neil ghosh, chandro tomar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X