'શિવલિંગ પર વીંછી'વાળા નિવેદન પર શશિ થરુર સામે કોર્ટે જારી કર્યુ જામીનપાત્ર વોરન્ટ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે અપ્રત્યક્ષ રીતે આપેલા શિવલિંગ પર બિચ્છુવાળા નિવેદન કેસમાં કોંગ્રેસ સાંસદ શશિ થરુરની મુશ્કેલીઓ વધી શકે છે. આ કેસમા દિલ્લીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ સાંસદ સામે જામીનપાત્ર વોરન્ટ જારી કર્યુ છે. માનહાનિના આ કેસની સુનાવણી માટે કોર્ટમાં હાજર ન થવા પર તેમની સામે આ વોર્ટ જારી કરવામાં આવ્યુ છે.
શશિ થરુરની પીએમ મોદીને નિશાન બનાવતા કરેલી ટિપ્પણી પર ભાજપ નેતા રાજીવ બબ્બરે તેમની સામે માનહાનિનો કેસ નોંધાવ્યો હતો. જ્યારે માનહાનિનો કેસ દાખલ થયા પબાદ શશિ થરુરે આના નિરાશાજનક ગણાવીને કહ્યુ હતુ કે આ તેમની અભિવ્યક્તિની સ્વતંત્રતાનુ ગળુ ઘોંટવાનો પ્રયાસ છે. તેમના નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યુ હતુ.
વળી, રાજીવ બબ્બરે શશિ થરૂરના આ નિવેદનને અસહનીય દુર્વ્યવહાર અને લાખો લોકોના દિલોને ઠેસ પહોંચાડતી ટિપ્પણી ગણાવ્યુ હતુ. પોતાની ફરિયાદમાં રાજીવ બબ્બરે કહ્યુ હતુ, હું ભગવાન શિવનો ભક્ત છુ... આરોપી (થરુર)એ કરોડો શિવભક્તોની ભાવનાઓને નજરઅંદાજ કરીને આ નિવેદન આપ્યુ જે ભારત તથા દેશની બહાર બધા શિવભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર હતુ.
બબ્બરે કહ્યુ હતુ કે આરોપીએ જાણીજોઈને આ દ્વેશપૂર્ણ કામ કર્યુ જેની મનશા ભગવાન શિવના ભક્તોની ધાર્મિક માન્યતાઓનુ અપમાન કરીને તેમની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની છે. શશિ થરુરે પહેલા પણ પોતાના નિવેદનોના કારણે વિવાદોમાં ઘેરાયા છે. શશિ થરુરે એક વાર કહ્યુ હતુ કે ભારતમાં ઘણી જગ્યાઓએ મુસ્લિમોની તુલનામાં ગાય વધુ સુરક્ષિત છે. કોંગ્રેસ સાંસદનુ આ નિવેદન તેમના હિંદુ પાકિસ્તાન વાળા નિવેદન બાદ આવ્યુ હતુ. તેમના આ નિવેદન પર રાજકારણ ગરમાયુ હતુ.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્રઃ રાજ્યપાલના નિર્ણય સામે SC પહોંચી શિવસેના, BJPને 48, અમને 24 કલાક કેમ?