અહો આશ્વર્યમ્: જોઇ લો આ રહ્યો 12 કરોડનો ચોકીદાર

Posted By:
Subscribe to Oneindia News

ભોપાલ, 7 માર્ચ: ઇન્દોર લોકાયુક્ત ટીમને 12.5 કરોડનો ચોકીદાર મળ્યો છે. લોકાયુક્ત ટીમે શુક્રવારે રાત્રે પીડબલ્યૂડીના ટાઇમ કીપર અને કેબલ ઓપરેટર્સ ગુરૂ કૃપાલ સિંહના તિલક નગર સ્થિત મકાન પર રેડ પાડવાની કાર્યવાહી કરી, જેમાં ગુરૂ કૃપાલ સિંહ પાસેથી લગભગ 12 કરોડની સંપત્તિનો હિસાબ કિતાબ મળ્યો છે.

ગુરૂ કૃપાલ સિંહ પીડબલ્યૂડીમાં ક્લાસ 3નો કર્મચારી છે. તેની નોકરીને 30 વર્ષ થયા છે અને પગાર 22 હજાર રૂપિયા પ્રતિ માસ છે. 22 વર્ષ પહેલાં ચોકીદાર તરીકે પીડબ્લ્યૂડીમાં નોકરી શરૂ કરી હતી અને છ વર્ષ પહેલાં પ્રમોશનથી ટાઇમ કીપર બન્યો હતો.

chaukidar

પ્રાપ્ત થયેલી સંપત્તિનું વિવરણ

- 35 લાખ રોકડ ખાતામાં જમા
- એફડીઆર 12 લાખ 28 હજાર રૂપિયા
- એલઆઇસીમાં 32 લાખ જમા
- સ્થાવર મિલકતમાં અંદાજે 10 કરોડના દસ્તાવેજ મળી આવ્યા છે.
- 25થી વધુ સંપત્તિ મળી આવી
- 14 મકાન અને 11 ખેતર સહિત 20 એકર જમીન
- 12 લાખ 44 હજાર રોકડ મળી આવ્યા
- 3 વાહન, સફારી, ઇનોવા અને 2 ટૂ વ્હીલર
- એક લોકર યુકો બેંકમાં મળી આવ્યું છે જે ખોલવાનું બાકી છે.
- 15 લાખનો ઘરેલું સામાન
- વિદેશી દારૂની 20 બોટલ, એક્સાઇઝ પણ તેમાં કાર્યવાહી કરી રહી છે.
- તિલક નગરમાં 6 મકાનોના દસ્તાવેજ મળી આવ્યા છે.

અધિકારીઓના અનુસાર ઇન્દોરના પલાસિયા વિસ્તારમાં પીડબ્લ્યૂડીનું એક સરકારી ક્વાર્ટર મળ્યું છે, જેની તપાસ કરવાની બાકી છે. આ ઉપરાંત તેના પુત્રના નામે ફક્ત કેબલ કનેક્શનનું કાર્ય પણ છે. તેની ઓફિસની તપાસ બાકી છે.

બીજી તરફ તેમના પરિવારના સભ્યો તિલક નગર સહકારી સોસાયટીમાં પદાધિકારી છે, ત્યાં ઓફિસમાં તલાશી લેવાની છે. અત્યાર સુધી 12.5 કરોડની સંપત્તિ મળી છે.

English summary
In an eye-opening raid, a chowkidaar with the Public Works Department here was found to be in possession of disproportionate assets worth over Rs 22 crores.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.