For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પોતાના જ સાંસદોને સસ્પેન્ડ કરવા પર અડી કોંગ્રેસ, ભાજપાનો વિરોધ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 22 ઑગસ્ટ : સંસદમાં કોલસા કૌભાંડની ગુમ થયેલી ફાઇલોના મુદ્દાની વચ્ચે લોકસબામાં 11 કોંગ્રેસી અને ટીડીપીના સાંસદોના સસ્પેન્સનના નિર્ણયને લઇને નવો હોબાળો મચી ગયો. લોકસભામાં સંસદીય કાર્યમંત્રી કમલનાથના એ પ્રસ્તાવનો વિરોધ કર્યો, જેમાં કોંગ્રેસ સહિત ટીડીપીના 11 સાસદોને આખા સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. આને લઇને સંસદમાં જોરદાર હોબાળો મચી ગયો, ત્યારબાદ લોકસભામાં કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરી દેવામાં આવી.

સંસદીય કાર્યમંત્રીના પ્રસ્તાવના વિરોધમાં વિભિન્ન દળોના સદસ્ય પોતાની બેઠક પર ઉભા થઇ ગયા, જ્યારે અન્ય સદસ્ય અધ્યક્ષના આસન પાસે આવી ગયા. આ સભ્યો હાથ હલાવીને તે સભ્યોને સસ્પેન્ડ કરવાના નારા લગાવી રહ્યા હતા. આની વચ્ચે ટીડીપીના એક સભ્યએ અધ્યક્ષની મેજ પર લાગેલા માઇકને નીચે કરી દીધું જેથી અધ્યક્ષનો અવાજ સંભળાય નહીં. આ ઘટનાથી સ્પીકર હેરાન અને સ્તબ્ધ રહી ગયા.

lok sabha
સંસદીય કાર્યમંત્રી કમલનાથે ટીડીપી અને કોંગ્રેસના 11 સાંસદોને વર્તમાન સત્ર માટે સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ રાખ્યો, જેનો વિપક્ષે વિરોધ કર્યો. લોકસભામાં નેતા વિપક્ષ સુષમા સ્વરાજે જણાવ્યું કે બીજેપી આ પ્રસ્તાવનો વિરોધ કરે છે. બીજેપી તેલંગાણાની પક્ષધર છે અને તેલંગાણાનું સંપૂર્ણપણે સમર્થન કરે છે. સુષમાએ કોંગ્રેસ પર હુમલો કરતા જણાવ્યું કે કોંગ્રેસે ખોટી રીતે તેલંગણાનું નિર્માણ કર્યું છે. બીજેપીએ પણ ત્રણ રાજ્યોનું નિર્માણ કર્યું હતું, પરંતુ કોઇ પણ રાજ્ય રક્તરંજિત ન્હોતો થયો.

સુષમાએ સસ્પેન્સન પ્રસ્તાવનો જોરદાર વિરોધ કરતા જણાવ્યું કે કોંગ્રેસ પોતાના મુખ્યમંત્રીને પણ મનાવી શકી નથી. તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પોતાના જ સાંસદોને સસ્પેન્ડ કરે છે, બીજેપી તેનો વિરોધ કરે છે. સુષમાએ જણાવ્યું કે જો આ પ્રસ્તાવ પર વોટિંગ કરવામાં આવશે તો બીજેપી ગૃહમાંથી વોકઆઉટ કરશે.

English summary
High drama was witnessed in Lok Sabha on Thursday as an exasperated government brought a motion to suspend 11 members from Andhra Pradesh, including seven from Congress, for protesting over Telangana issue, but an aggressive opposition scuttled the move.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X