કોંગ્રેસ નેતાએ સૂચવી અનોખી રીત: રમ પીવો, ઈંડા ખાવ... કોરોના ભગાવો
કર્ણાટકના ઉલ્લાલ શહેર નગર પાલિકા પરિષદ(સીએમસી)ના કોંગ્રેસ નેતાએ કોરોના વાયરસને ખતમ કરવાનો દાવો કર્યો છે.
દુનિયાભરમાં ઘણા દેશ કોરોના વાયરસની વેક્સીન બનાવવામાં લાગેલા છે પરંતુ વચ્ચે વચ્ચે ઘણા લોકો કોરોનાથી બચવા માટે ચિત્ર-વિચિત્ર સલાહ આપતા જોવા મળી રહ્યા છે. કર્ણાટકના ઉલ્લાલ શહેર નગર પાલિકા પરિષદ(સીએમસી)ના કોંગ્રેસ નેતાએ દાવો કર્યો છે કે તળેલા ઈંડા સાથે રમ પીવાથી કોરોના વાયરસ ખતમ થઈ જાય છે. કોંગ્રેસ નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

'રમમાં એક ચમચી મરી અને 2 ઈંડાથી થાય છે કોરોના ઠીક'
મેંગલુરુના કોંગ્રેસ નેતા રવિચંદ્ર ગટ્ટીના જણાવ્યા મુજબ રમ સાથે મરી અને બે ઈંડા, કોરોના સામે લડવા માટેનો ઘરેલુ નુસ્ખો છે. વાયરલ વીડિયોમાં ગટ્ટી કહી રહ્યા છે કે બેંગલુરુ અને મેદિકરીમાં ઘણા લોકો રમ પીવે છે. હું ના તો રમ પીવુ છુ અને ના માછલી ખાઉ છુ. તમે બસ એક ચમચી મરી પાવડરને 90 મિલીમાં નાખો. તેને હાથેથી સારી રીતે હલાવો અને પી લો. કોરોનાને સંપૂર્ણપણે ખતમ કરવા માટે આ સાથે બે અડધી બાફેલી આમલેટ ખાવ.

અનોખી સલાહ થઈ વાયરલ
આટલુ જ નહિ ગટ્ટીએ એ પણ કહ્યુ, 'મે ઘણી દવાઓ અજમાવી પછી આ કામ કર્યુ. હું એક નેતા તરીકે નહિ પરંતુ કોવિડ સમિતિના સભ્ય તરીકે તમને આ સલાહ આપી રહ્યો છુ. આ વીડિયો પત્રકાર વિસેન્ટ ડિસૂઝાએ ટ્વિટ કર્યો હતો. તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર લોકો નેતાજીને 'covidiot'ની ઉપાધિ આપી રહ્યા છે. વીડિયો 17 જૂનનો કહેવામાં આવી રહ્યો છે.'
|
ગટ્ટી પર એક્શન લઈ શકે છે કોંગ્રેસ
એક મિનિટના આ વીડિયોમાં ગટ્ટી કન્નડમાં સલાહ આપી રહ્યા છે. આ સાથે જ તેમણે હાથમાં એક ખાસ બ્રાન્ડની રમની બોટલ રાખી છે. વીડિયો સામે આવ્યા બાદ મેંગલુરુના ધારાસભ્ય યુટી ખદરે કહ્યુ કે જિલ્લા પ્રશાસનને ખબર પડવી જોઈએ કે ગટ્ટીએ આવો વીડિયો સોશિયલ મીડિયા પર કેવી રીતે શેર કર્યો. તેમણે જણાવ્યુ કે ગટ્ટી 15 વર્ષોથી સામાજિક વર્કર તરીતે કામ કરતા આવ્યા છે. ધારાસભ્યએ કહ્યુ કે તે પાર્ટી સાથે વાત કરીને આગળની કાર્યવાહી પર નિર્ણય કરશે.












Click it and Unblock the Notifications
