For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિદેશ મંત્રીએ ભારતીય રાજદૂતો સાથે કરી વાત, વિદેશોમાં વસેલા ભારતીયો માટે આપ્યો આ મેસેજ

કોરોના વાયરસના કોહરામ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશોમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે વાત કરી છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના કોહરામ વચ્ચે વિદેશ મંત્રી એસ જયશંકરે વિદેશોમાં તૈનાત ભારતીય રાજદૂતો સાથે વાત કરી છે. ગુરુવારે એક બાદ એક ઉચ્ચાયોગોને જયશંકરે ફોન લગાવ્યા અને ઉચ્ચાયુક્તો સાથે વાત કરી. જયશંકરે રાજનાયિકોને કહ્યુ છે કે તે એલર્ટ છે. આખી દુનિયામાં કોરોનાના કારણે મૃતકોનો આંકડો 11,402 પર પહોંચી ગયો છે. સૌથી વધુ સ્થિતિ ઈટલીમાં ખરાબ છે જ્યાં 4,000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.

S Jaishankar

ભારતે બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ કરી બેન

જયશંકરને ગુરુવારે સાંજે 4.45 મિનિટે ઉચ્ચાયોગમાં ફોન લગાવ્યા છે. ઘણા ઉચ્ચાયુક્તોએ જયશંકરને સવાલ કર્યો કે એ ભારતીયોનો સામનો કેવી રીતે કરીએ જે ડરેલા છે અને દેશ પાછા આવવા ઈચ્છે છે? જયશંકરે તેમને બસ એક જ વાત કહી કે બધા ભારતીયોને કહે કે તે પોતાના ઘરોમાં રહે અને તેમને ડરવાની જરૂર નથી. જયશંકરે કહ્યુ કે રાજનાયિક ભારતીય સમાજના સંપર્કમાં રહે. તેમને એ વાતનો ભરોસો અપાવ્યો કે તેમને સંકટના કારણે ડરવાની જરૂર નથી. વિદેશ મંત્રી તરફથી ભારતીય રાજનાયિકો સાથે વાત કરવાનો નિર્ણય એ સમયે લેવામાં આવ્યો જ્યારે ભારતે 22 માર્ચથી આગામી એક સપ્તાહ માટે દેશમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની લેંડિંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારતે આ નિર્ણય કોરોનાની રોકથામ કરવાના હેતુથી લીધો છે.

રાજનાયિકોની ભૂમિકા સૌથી મહત્વ

જયશંકર મંત્રીઓના એ સમૂહ(જીઓએમ)નો ભાગ છે જેને વાયરસ સામે લડવા માટે ભારત સરકાર તરફથી રચવામાં આવ્યો છે. ઉચ્ચાયુક્તો સાથે વાતચીતમાં વિદેશમંત્રી જયશંકરે એ વાત સમજાવી કે સ્થિતિનો સામનો કરવામાં રાજનાયિકોનો રોલ સૌથી મહત્વનો છે. સૂત્રોની માનીએ તો સરકાર અને વિદેશ મંત્રી આ વાત સમજે છે કે ઘણા દેશો જેવા કે ઈટલી, ચીન, ઈરાન, સ્પેન, ફ્રાંસ અને યુનાઈટેડ કિંગડમમા તૈનાત રાજનાયિક માટે સમય ખૂબ પડકારરૂપ છે. આ દેશોમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ છે.

આ પણ વાંચોઃ કોરોનાઃ કાળાબજાર પર કડક થઈ સરકાર, નક્કી કર્યા સેનિટાઈઝર-માસ્કના ભાવઆ પણ વાંચોઃ કોરોનાઃ કાળાબજાર પર કડક થઈ સરકાર, નક્કી કર્યા સેનિટાઈઝર-માસ્કના ભાવ

English summary
S Jaishankar asks envoys to tell Indians to stay put not panic amid Coronavirus outbreak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X