For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ગહેલોતની 'નિકમ્મા' ટિપ્પણી પર સચિન પાયલટનો પલટવાર

મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા 'નિકમ્મા' કહેવા પર રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટની પ્રતિક્રિયા સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

રાજસ્થાનમાં ચાલી રહેલ રાજકી. સંગ્રામ હજુ સુધી પોતાના પરિણામ સુધી પહોંચી શક્યુ નથી. આ દરમિયાન મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા 'નિકમ્મા' કહેવા પર રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યુ કે શબ્દોની એક લક્ષ્મણ રેખા હોય છે જેને મે આજ સુધી ક્યારેય પાર નથી કરી. મે મારા પરિવારમાંથી અમુક સંસ્કાર મેળવ્યા છે. હું કોઈનો ગમે તેટલો વિરોધ કરુ કોઈ પણ પક્ષના નેતા હોય, મારા કટ્ટર દુશ્મન પણ હોય મે ક્યારેય આવી ભાષાનો ઉપયોગ નથી કર્યો. સચિન પાયલટે આગળ કહ્યુ, અશોક ગહેલોતજી ઉંમરમાં મારાથી ઘણા મોટા છે અને વ્યક્તિગત રીતે મે તેમનુ સમ્માન કર્યુ છે.

sachin

તમને જણાવી દઈએ કે રાજસ્થાનમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી રાજકીય સંગ્રામ ચાલી રહ્યો છે. સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 ધારાસભ્યોના બાગી તેવર અપનાવ્યા બાદથી રાજ્યની રાજનીતિ ડામાડોળ થઈ ગઈ છે. આ દરમિયાન ઘણી વાર મુખ્યમંત્રી અશોક ગહેલોતે સચિન પાયલટ પર નિશાન સાધીને નિકમ્મા, નાકારા, છૂરી ઘોંપનાર જેવા નિવેદન આપ્યા છે. આના પર જ્યારે સચિન પાયલટને તેમની પ્રતિક્રિયા પૂછવામાં આવી તો તેમણે કહ્યુ, 'અશોક ગહેલોત મારાથી ઉંમરમાં ઘણા મોટા છે અને વ્યક્તિગત રીતે મે હંમેશા તેમનુ સમ્માન કર્યુ છે.'

સચિન આગળ કહે છે કે જો તેમની કામ કરવાની રીતમાં સરકારમાં મને કંઈ ખોટુ લાગે તો તેની સામે બોલવુ મારો અધિકાર છે. તેના માટે હું મારો વિરોધ ચાલુ રાખીશ પરંતુ મને લાગે છે કે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો તેનુ દુઃખ તો બધાને થાય છે, મને થયુ. પરંતુ તેના પર હું તેના પર કંઈ પ્રતિક્રિયા આપુ તે યોગ્ય નથી. પલ્બિક નિવેદનબાજીમાં શબ્દોની એક લક્ષ્મણ રેખા હોવી જોઈએ અને હું મારા રાજકીય જીવનમાં ક્યારેય એ લક્ષ્મણ રેખાને પાર નથી કરી પરંતુ જે રીતની વાતો બોલવામાં આવી તેનાથી સત્ય દુનિયા સામે આવી ગયુ છે.

વૃંદાવનના ઈસ્કોન મંદિરમાં પૂજારી સહિત 22 લોકો કોરોના પૉઝિટીવ, સીલ કરાયુ મંદિરવૃંદાવનના ઈસ્કોન મંદિરમાં પૂજારી સહિત 22 લોકો કોરોના પૉઝિટીવ, સીલ કરાયુ મંદિર

English summary
Sachin Pilot reply to CM ashok Gehlot nikamma comment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X