હું ભાગ્યશાળી છું કે મારો જન્મ ભારતમાં થયો: સચિન તેંડુલકર

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 4 ફેબ્રુઆરી: ભારત રત્ન મળતા ગદગદ થઇ ઉઠેલા મહાન ખેલાડી સચિન તેંડુલકરે જણાવ્યું કે હું આ પુરસ્કાર મારી માતાને સમર્પિત કરવા માગુ છું અને સાથે સાથે તે તમામ માતાઓને પણ જેઓ પોતાના બાળકોના સપના પૂરા કરવા માટે પોતાની ઇચ્છાઓનું બલિદાન કરી દેતી હોય છે. હું ભાગ્યશાળી છું કે મારો જન્મ ભારતમાં થયો, હું લોકોનો આભારી છું કે તેમણે મને આટલા સમય સુધી પ્રેમ અને સમર્થન આપ્યું.

સચિનનું કહેવું છે કે હું ક્રિકેટથી સન્યાસ લઇ ચૂક્યો છું પરંતુ રમતને મારું યોગદાન આપતો રહીશ. આ મારા માટે ખૂબ જ ખાસ અવસર છે. હું વૈજ્ઞાનિક સીએનઆર રાવને પણ શુભેચ્છાઓ પાઠવું છું, આ મારા માટે સન્માનની વાત છે કે મને તેમની સાથે ભારત રત્ન આપવામાં આવ્યો.

અત્રે ઉલ્લેખનીય છે સચિન તેંડુલકરને ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી દ્વારા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 'ભારત રત્ન' પ્રદાન કરવામાં આવ્યું. સચિન દેશના પહેલા એવા ખેલાડી છે, જેમને આ સન્માનથી નવાજમાં આવ્યા છે. તેમના માટે આ સન્માન આપવા માટે પ્રાવધાનોમાં ફેરફાર કરવામાં આવ્યા. સચિન ભારત રત્ન મેળવનાર સૌથી યુવાન નાગરિક છે.

sachin tendulkar
અત્રે ઉલ્લેખનીય છે કે તેંડુલકર (40) અને રાવ(79)ને દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ પણ મળી ચૂક્યું છે. આ રીતે તેઓ ભારત રત્નથી સન્માનિત 41 વ્યક્તિઓની સૂચિમાં સામેલ થઇ ગયા છે, જેમને 1954થી શરૂ થયેલા આ સન્માનથી નવાજમાં આવ્યા છે.

ભારત રત્ન સમારંભ દરમિયાન રાજનૈતિક જગતની તમામ હસ્તીઓ પણ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રહી હતી, જેમાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી, વડાપ્રધાન મનમોહન સિંહ, ઉપરાંત અંજલી તેંડુલકર, પુત્રી સારા તેંડુલકર પણ હાજર રહ્યા હતા. 

English summary
Great cricketer Sachin Tendulkar and scientist C N R Rao have been conferred with Bharat Ratna by President of India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.