For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Photos: બેટ પકડનાર સચિને આખરે ઊઠાવ્યું ઝાડું!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 સપ્ટેમ્બર: માસ્ટર બ્લાસ્ટર અને પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર જે હાલમાં રાજ્ય સભામાં સાંસદ છે, મુંબઇના માર્ગો પર હાલમાં અનોખા અંદાજમાં દેખાયા.

અત્યાર સુધી પોતાના બેટથી ચોગ્ગા-છગ્ગા લગાવીને પોતાના ફેન્સનું દિલ જીતનારા સચિન તેંડુલકરે હવે ઝાડુ ઊઠાવી લીધું છે અને તેઓ નીકળી પડ્યા છે મુંબઇના માર્ગોની સફાઇ કરવા માટે.

જોકે સચિન તેંડુલકર નરેન્દ્ર મોદીની લિસ્ટમાં સામેલ એ નવ લોકોની ટીમનો ભાગ છે જેમને મોદીએ ગયા અઠવાડિયે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચેલેન્જ આપી હતી.

નવ યંગસ્ટર્સને સાથે લાવ્યા સચિન

નવ યંગસ્ટર્સને સાથે લાવ્યા સચિન

સચિન તેંડુલકર અનુસાર તેઓ આ અભિયાનમાં સામેલ થઇને ખૂબ જ ખુશ છે. તેમણે પોતાની સાથે મોટાભાગના યંગસ્ટર્સને આ અભિયાનન માટે જોડ્યા છે.

અભિયાનમાં સામેલ થઇને ખુશ છે સચિન

અભિયાનમાં સામેલ થઇને ખુશ છે સચિન

સચિને જે વીડિયો પોસ્ટ કર્યો છે તે અનુસાર તેને આ અભિયાનમાં સામેલ થઇને ખૂબ જ ખુશી છે.

અભિયાનનું નેતૃત્વ કરવાનું ગર્વ

અભિયાનનું નેતૃત્વ કરવાનું ગર્વ

સચિન અનુસાર જ્યારે તેમને અને તેમના મિત્રોને આ વાતની ખબર પડી કે તેમને આ અભિયાનનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપાઇ છે, તો તેઓ ખૂબ જ ખુશ થયા. તેમના માટે આ ખૂબ જ ગર્વની વાત છે.

સાફ રાખીશું દરેક ખૂણો

સાફ રાખીશું દરેક ખૂણો

સચિન અનુસાર તેઓ અને તેમના મિત્રો દિલથી ઇચ્છે છે કે દેશમાંથી ગંદગી ખતમ થઇ જાય, અને ભારત પણ ચોખ્ખા દેશોમાં આવે.

જ્યારે સચિને કરી સફાઇ

જ્યારે સચિને કરી સફાઇ

મેદાનમાં બોલરોની ધોલાઇ કરનારા સચિને જ્યારે હાથમાં ઝાડું પકડ્યું તો કચરાની સફાઇ કરી નાખી.

આપ પણ આગળ આવો

આપ પણ આગળ આવો

ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યાસ લેનારા સચિન અનુસાર આ માત્ર એક શરૂઆત છે અને જો આપણે સૌ સાથે આવી જઇએ તો આપણો દેશ પણ ચોખ્ખા દેશોની ગણતરીમાં આવી જશે.

English summary
Sachin Tendulkar forms 9 member team to support Clean India. He also posts a video on his Facebook page.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X