For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSFમાંથી બરતરફ કરાયેલ જવાન તેજ બહાદૂરનું પીએમ મોદી સામે ચૂંટણી લડવાનું એલાન

વીડિયો બનાવીને ખરાબ જમવાનું આપવાની ફરિયાદ કરનાર જવાન તેજ બહાદૂરને બીએસએફે બરતરફ કરી દીધા હતા.

|
Google Oneindia Gujarati News

વીડિયો બનાવીને ખરાબ જમવાનું આપવાની ફરિયાદ કરનાર જવાન તેજ બહાદૂરને બીએસએફે બરતરફ કરી દીધા હતા. હવે તેજ બહાદૂરે એલાન કર્યુ છે કે તે પીએમ મોદી સામે વારાણસીથી ચૂંટણી લડશે. તેજ બહાદૂરે કહ્યુ કે તે પીએમ મોદી સામે વારાણસીથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે અને તે ભ્રષ્ટાચાર મુક્ત ભારતના મુદ્દે પ્રચાર કરશે.

tez bahadur

રેવાડીના રહેવાસી તેજ બહાદૂર બીએસએફમાં પીરસાતા ખરાબ ભોજનની ફરિયાદ માટે ચર્ચામાં આવ્યા હતા. તેમણે વીડિયો બનાવીને બીએસએફમાં જવાનોને પીરસાતા ભોજનની ફરિયાદ કરી હતી. આ મામલે ઘણો હોબાળો થયો હતો અને પીએમઓએ પણ આની નોંધ લીધી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ અનુશાસનાત્મક કાર્યવાહી કરીને તેજ બહાદૂરને બીએસએફે બરતરફ કરી દીધા હતા.

બીએસએફમાં કાઢી મૂકાયેલા તેજ બહાદૂરે કહ્યુ કે પીએમ નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારની વાત કરે છે અને તેમને જોઈને જ સેનામાં ભ્રષ્ટાચાર માટે અવાજ ઉઠાવ્યો હતો. તેજ બહાદૂર મૂળ હરિયાણાના મહેન્દ્રગઢના રહેવાસી છે અને હાલાં રેવાડીમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેજ બહાદૂરે કહ્યુ કે તે હજારો લોકોના સંપર્કમાં છે અને વારાણસીથી ચૂંટણી લડશે.

તમને જણાવી દઈએ કે પીએમ નરેન્દ્ર મોદી વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી ઉમેદવાર હતા જ્યાં તેમણે 3.71 લાખ મતોના ભારે અંતરથી જીત મેળવી હતી. આ ચૂંટણીમાં પણ તે વારાણસીથી લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. યુપીમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી સંપન્ન થવાની છે. વારાણસીમાં અંતિમ તબક્કામાં 19 મેના રોજ મતદાન થશે અને આના પરિણામ એક સાથે 23મેના રોજ ઘોષિત કરવામાં આવશે.

આ પણ વાંચોઃ નાસાની જેમ ઈસરોએ પણ ખોલ્યા લાઈવ રૉકેટ લૉન્ચિંગના દ્વારઆ પણ વાંચોઃ નાસાની જેમ ઈસરોએ પણ ખોલ્યા લાઈવ રૉકેટ લૉન્ચિંગના દ્વાર

English summary
Sacked BSF jawan tej bahadur to contest LS polls against PM Modi from varanasi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X