કપિલ મિશ્રાએ કર્યો વધુ એક ખુલાસો, 400 કરોડના કૌભાંડ પર

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કપિલ મિશ્રા અવાર નવાર તેમના સહયોગી અને આપ પર આક્ષેપબાજી કરી રહ્યા છે. કપિલ મિશ્રાએ આજે પણ એક પ્રેસ કોન્ફર્ન્સ કરીને મોટા ખુલાસો કર્યો હતો. કપિલ મિશ્રાએ કહ્યું કે પાર્ટીમાં ટિકિટના આપવા મામલે પણ કૌભાંડ થયું હતું. તેમણે કહ્યું કે કેટલાક ભષ્ટ્ર લોકોએ પાર્ટી પર કબ્જો કરી લીધો છે. અને ત્યાંથી તેમને દૂર કરવા ખૂબ જ જરૂરી છે. કપિલે લેટ્સ ક્લિન આપ (Lets clean AAP) નામે એક અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. જેમાં લોકોને આગ્રાહ કર્યા છે કે તે આપેલા નંબર પર મિસ કોલ આપીને આ અભિયાનનો ભાગ બને. મિસ કોલ આવ્યા પછી તેમને મિટીંગ માટે બોલવવામાં આવશે. અને પણ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે.

Kapil Mishra

અહીં તમને જણાવી દઇએ કે કપિલ મિશ્રાની આ પાંચમી પ્રેસ કોન્ફર્ન્સ છે. આ આ પાંચેયમાં તે આપના અરવિંદ કેજરીવાલ, સંજય સિંહ અને આશુતોષની રશિયાની યાત્રાના ખર્ચને લઇને ખુલાસા કરી રહ્યા છે. એટલું જ નહીં મંત્રી પદથી નીકાળ્યા પછી પણ કપિલ મિશ્રા અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપ કરી રહ્યા છે. પાર્ટીના પાંચ નેતાઓની વિદેશ યાત્રાને જાણકારી માંગને લઇને કપિલ મિશ્રાએ 6 દિવસ અનશન પણ કર્યું હતું. કપિલનો આરોપ છે કે આ નેતાઓએ પાર્ટીના પૈસે વિદેશી યાત્રાઓ કરી છે અને દેશ વિરોધી ગતિવિધિમાં પણ જોડાયા છે.

English summary
Sacked Delhi Minister Kapil Mishra addresses a press conference.
Please Wait while comments are loading...