રામ મંદિરના નિર્માણ માટે સંતો વિજય મંત્રના જાપ કરશે

shri-ram
લખનૌ, 10 એપ્રિલ : અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં આવતા અવરોધોને દૂર કરવા માટે હવે સાધુ સંતો એકઠા થવાના છે. દેશના સંતોએ નિર્ણય કર્યો છે કે તેઓ 11 એપ્રિલ, 2013થી દેશના 2 લાખ ગામોમાં એક સાથે વિજય મહામંત્રનો જાપ શરૂ કરશે. આ જાપ કાર્યક્રમની શરૂઆત અયોધ્યાના શ્રીરામ મંદિર નિર્માણ કાર્યશાળામાં 'શ્રીરામ નામ જાપ મંદિર નિર્માણ સંકલ્પ સમારોહ'ના માધ્યમથી કરવામાં આવશે.

આ દરમિયાન સંતો અને ધર્માચાર્યો સહિત વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ)ના વરિષ્ઠ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પવિત્ર સરયૂ નદીના જળથી સંકલ્પ કરાવવાની સાથે મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવામાં આવનારી શીલાઓનું વિધિવત પૂજન પણ કરાવવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારી માટે વિશ્વ હિન્દુ પરિષદ સમર્પણભાવથી કામ કરી રહી છે.

આ સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય મંત્રી અને અખિલ ભારતીય વિશેષ સંપર્ક પ્રમુખ પુરસોત્તમ નારાયણ સિંહે જણાવ્યું કે "પ્રયાગ મહાકુંભ દરમિયાન સંતોના કેન્દ્રીય માર્ગદર્શક મંડળે દેશભરમાં 11 એપ્રિલ (પ્રતિપદા)થી 13 એપ્રિલ(અક્ષય તૃતીયા) સુધી વિજય મહામંત્ર 'શ્રીરામ જય રામ જય જય રામ'ની 13 માળાનો નિત્ય જાપ કરી સિદ્ધ ક્ષેત્ર બનાવવાનું આહવાન કર્યું છે. સંતોનું માનવું છે કે વિજય મહામંત્ર દ્વારા જ મંદિર નિર્માણના માર્ગમાં આવી રહેલા અવરોધોને દૂર કરી શકાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X