આર્મ્સ એક્ટ કેસમાં સલમાન ખાન નિર્દોષ જાહેર, જાણો આખો મામલો

Posted By:
Subscribe to Oneindia News

26 સપ્ટેમ્બર 1998માં જોધપુરના ભાવડમાં કાળા હરણનો ગેરકાનૂની રીતે શિકાર કરવામાં આવ્યો હતો. જે અંગે સલમાન ખાન પર આરોપ હતો કે તેમણે લાઇસન્સ વગરની બંદૂકથી કાળા હરણનો શિકાર કર્યો હતો. ત્યારે આ કેસ પર આજે ચુકાદો આવી ચૂક્યો છે. અને સલમાન ખાનને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.  

આજે બોલીવૂડ સુપર સ્ટાર સલમાન ખાન પર ચાલી રહેલા એમ્સ એક્ટ કેસ પર જોધપુર કોર્ટ પોતાનો ચુકાદો આપ્યો હતો. જે માટે કરીને મંગળવાર સાંજથી સલમાન ખાન જોધપુર પહોંચી ગયો હતો. અને આજે તે કોર્ટ પણ હાજર રહ્યો હતો. નોંધનીય છે કે 1998માં જોધપુરમાં ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ વખતે સલમાન ખાન પર ગેરકાનૂની રીતે હથિયાર રાખવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે પર આજે 11 વાગે કોર્ટે નિર્ણય સંભળાવ્યો હતો. ત્યારે વધુ જાણો અહીં...

Read also : સલમાન ખાનને લગતા તમામ સમાચારો વાંચો અહીં.

સલમાન ખાન છે નિર્દોષ

નોંધનીય છે કે આજે જોધપુરની નામદાર કોર્ટે સલમાન ખાનને આર્મ્સ એક્ટ હેઠળ તેની પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે પર નિર્દોષ જાહેર કર્યો છે. નોંધનીય છે કે સલમાન ખાન પર 3 કાળિયાર હરણનો ગેરકાયદેસર હથિયાર વડે શિકાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

7 વર્ષની સજા!

7 વર્ષની સજા!

નોંધનીય છે કે રાજસ્થાન હાઇકોર્ટે જુલાઇ 2016માં સાક્ષીઓના અભાવના કારણે સલમાન ખાનને આ કેસમાં નિર્દોષ જાહેર કર્યો હતો. હાલ જે કેસ ચાલી રહ્યો છે તે મુજબ સલમાન ખાન પર આર્મ્સ એક્ટની કલમ 3/25 અને 25 સલમાન ખાન પર લગાવવામાં આવી હતી. જો કે આજે કોર્ટે સલમાન ખાનને નિર્દોષ જાહેર કર્યો છે. નહીં તો તેની પર 3 થી 7 વર્ષની સજા થઇ હોત.

શું છે મામલો?

શું છે મામલો?

26 સપ્ટેમ્બર 1998માં જોધપુરથી થોડે દૂર આવેલા ભાવડમાં કાળા હરણનો શિકાર કરવામાં આવ્યો હતો. જે ગેરકાનૂની છે. સલમાન ખાન પર આરોપ છે કે તેમણે લાઇસન્સ વગરની બંદૂકથી કાળિયાર હરણનો શિકાર કર્યો છે. નોંધનીય છે કે આ સાથે જ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ પણ આ કેસના સહ આરોપી છે. જ્યારે તે લોકો અહીં ફિલ્મ હમ સાથ સાથ હૈનું શુટિંગ કરવા આવ્યા હતા.

બહેન અલવિરાનો સાથ

બહેન અલવિરાનો સાથ

નોંધનીય છે કે આજે જ્યારે રાજસ્થાનની જોધપુર કોર્ટ આ અંગે પોતાનો ચુકાદો સંભળાવવાની છે ત્યારે સલમાન ખાન સાથે તેની બહેન અલવિરા ખાન પણ કોર્ટમાં હાજર છે. નોંધનીય છે કે આ પહેલા પણ સલમાન ખાન પર જેટલા કેસ દાખલ થયા છે ત્યારે તમામ મોટા ચુકાદા વખતે તેની બહેર અલવિરા સલમાનની સાથે ઊભેલી જોવા મળી છે.

સલમાન ખાન

સલમાન ખાન

નોંધનીય છે કે સલમાન ખાન હંમેશાની આ અંગે કહેતા આવ્યા છે કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. ત્યારે આ અંગે સલમાન ખાને કોર્ટમાં શું કહ્યું હતું. જાણો અહીં...

Read also સલમાન: આ હથિયારો મારા નથી, મને ખોટી રીતે ફસાવ્યો છે

English summary
A Jodhpur court announced its judgement in an arms act case against actor Salman Khan on Wednesday. Read here more on it.
Please Wait while comments are loading...