Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બોલ્યા અખિલેશ- યૂપીથી જ બનશે નવા PM, ઈશારામાં જ જણાવ્યું કોણ બનશે વડાપ્રધાન

બોલ્યા અખિલેશ- યૂપીથી જ બનશે નવા PM, ઈશારામાં જ જણાવ્યું કોણ બનશે વડાપ્રધાન

લખનઉઃ લોકસભા ચૂંટણી 2019ના ત્રીજા તબક્કાનું મતદાન ખતમ થઈ ગયું છે અને આ સમયે દેશમાં રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે, એવામાં રાજનૈતિક દલોના નિવેદનબાજી ભારે તેજ થઈ ગયાં છે તો સપા-બસપા અને રાલોદનું ગઠબંધન પૂરી રીતે ભાજપને હરાવવામાં લાગી ગયું છે પરંતુ આ વચ્ચે આ ગઠબંધનમાં આગલા પીએમ કોણ હશે, આ વિશે ભારે વિચાર થઈ રહ્યો છે, જો કે કોઈ આ વિશે ખુલ્લીને વાત નથી કરી રહ્યું, આ વિશે જ્યારે યૂપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવને પૂછવામાં આવ્યું તો તેમણે ઈશારામાં જ પોતાની પસંદના પીએમ વિશે જણાવ્યું.

અખિલેશ બોલ્યા- નવા પીએમ યૂપીથી હશે

અખિલેશ બોલ્યા- નવા પીએમ યૂપીથી હશે

સીધી રીતે કોઈનું પણ નામ ન લેતા સપાના ટીપૂ ભૈયાએ કહ્યું કે મને સૌથી વધુ ખુશી થશે, જો કોઈ ઉત્તર પ્રદેશના પ્રધાનમંત્રી બનશે, રહી વાત મારા પસંદની તો તમે બધા જાણો જ છો કે વડાપ્રધાન માટે મારી પસંદ કોણ છે, માયાવતીના પીએમ બનવાના સવાલ પર તેમણે કહ્યું કે આ ચૂંટણી બાદ નક્કી થશે, પરંતુ તમે જાણો છો કે હું કોનું સમર્થન કરીશ.

માયાવતીનું નામ સાંભળતા જ રામગોપાલ યાદવને ગુસ્સો આવ્યો

માયાવતીનું નામ સાંભળતા જ રામગોપાલ યાદવને ગુસ્સો આવ્યો

ઉલ્લેખનીય છે કે મંગળવારે મૈનપુરીમાં જ્યારે સપા મહાસચિવ રામગોપાલ યાદવ વોટિંગ કરીને પરત ફરી રહ્યા હતા તો તેમને પણ મીડિયાએ આ જ પ્રશ્ન કર્યો હતો કે શું માયાવતી પીએમ બની શકે છે, જે સાંભળી જ તેઓ ભડકી ઉઠ્યા હતા, તેમણે કહ્યું કે મને મુરખ સમજી રાખ્યો છે શું? કોઈ મુર્ખ જ હશે જે આ સવાલનો જવાબ આપશે, હું આ સવાલનો જવાબ 23મી મેના રોજ સાંજે 5 વાગ્યે આપીશ.

યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું

યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું

અખિલેશે કહ્યું કે ગઠબંધનની ઐતિહાસિક જીત થવા જઈ રહી છે, યૂપીના સીએમ ડરી ગયા છે અને આ કારણે જ તેઓ કોઈના પણ વિશે ગમે તેવું બોલી રહ્યા છે, ભાષાનું સ્તર નીચે લાવવાની શરૂઆત યોગી આદિત્યનાથે કરી હતી માટે તેમણે જરૂર જવાબ દેવો પડશે, અખિલેશે કહ્યું કે સીએમ યોગીની કોઈ ટ્રેનિંગ આપવામાં ન આવે, તેઓ આવી રીતે જ બોલતા રહે છે, ત્યારે જ તો અમે જીતશું.

મોદીજી પીએમ છે, અમારે નવા પીએમ જોઈએ

મોદીજી પીએમ છે, અમારે નવા પીએમ જોઈએ

અગાઉ પણ એક ચૂંટણી સભાને સંબોધિત કરતા અખિલેશ યાદવે પીએમ મોદી અને સીએમ યોગી પર નિશાન સાધ્યું હતું, તેમણે કહ્યું કે મોદીજી પ્રચારમંત્રી છે, અમારે નવા પ્રધાનમંત્રી જોઈએ. બાબા યોગી કોઈનું પણ નથી સાંભળતા, તેમનાથી જનતા પરેશાન છે, નોટબંધી અને જીએસટીથી અર્થવ્યવસ્થાના બેહાલ થયા છે. આ નોટબંધી અને જીએસટી વ્યાપારિઓ માટે નહિ બલકે વિદેશી કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે લાવવામાં આવી પરંતુ હવે તેમણે અહીંથી જવું પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X