For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલની સામે આઝમ ખાનને યાદ આવી સિંહ-વાંદરાની વાર્તા

|
Google Oneindia Gujarati News

azam khan
નવી દિલ્હી, 1 જુલાઇ : ઉત્તરાખંડમાં આવેલી પ્રાકૃતિક આપદા બાદ રાહુલ ગાંધીની ઉત્તરાખંડની મુલાકાતને લઇને સપા નેતા અને અખિલેશ સરકારમાં મંત્રી આઝમ ખાને ઇશારો-ઇશારોમાં મજાક કરી લીધી હતી. આઝમ ખાને જંગલના વાંદરા અને સિંહની કહાણી સંભળાવતા રાહુલના વલણ પર સવાલો ઉઠાવ્યા હતા. આઝમ ખાને કહ્યું કે એક જંગલમાં અધ્યક્ષ પદ માટે જંગલ અને અધ્યક્ષ પદ માટે સિંહ અને વાંદરા વચ્ચે ચૂંટણી થઇ. જેમાં વાંદરો ભારે બહુમતથી જીતી ગયો.

એજ જંગલમાં એક દિવસ એક શિયાળના બચ્ચાને સિંહ લઇ ગયો. ત્યારે શિયાળ વાંદરા પાસે ગયું અને કહ્યું કે અધ્યક્ષજી મારા બાળકને બચાવો. વાંદરો સિંહની ગૂફાથી થોડેક દૂર એક વૃક્ષ પર પહોંચ્યો અને તેની શાખાઓ જોર-જોરથી હલાવવા લાગ્યો. શિયાળે કહ્યું કે અધ્યક્ષજી આપ આ શું કરી રહ્યા છો. બચ્ચું તો સિંહના મુખમાં છે. ત્યારે વાંદરુ બોલ્યું, અમારુ કામ કોશિશ કરવાનું છે અને અમે તેમાં કોઇ કસર નહીં બાકી રાખીએ. ...તો રાહુલ ગાંધી આવું જ કરી રહ્યા છે.

કેબિનેટ મંત્રી આઝમ ખાને ઉત્તર પ્રદેશ શાસનની ઉત્તરાખંડના પૂરપીડિતોની મદદ માટે રાહત સામગ્રી મોકલવા દરમિયાન આ વાત તેમણે કહી હતી. આઝમ ખાને લીલી ઝંડી બતાવીને આ ટ્રકોને રવાના કર્યા. ઉત્તર પ્રદેશના 5 ટ્રક રાહત સામગ્રી રવાના કરી. આ અવસરે આઝમ ખાને ઉત્તરાખંડની સરકાર પર પણ પ્રહારો કર્યા.

આઝમે કહ્યું કે ઉત્તરાખંડ સરકારની નિષ્ફળતા છે, સરકારે સંવેદનહીનતા દર્શાવી, બચાવકાર્ય પણ મોડું શરૂ થયું. જે કાર્ય ઘટનાના એક દિવસ પહેલા શરુ થવું જોઇએ એ સાત દિવસ બાદ શરુ થયું. ત્યાં સુધી ઘણી મહામારી થઇ ચૂકી હતી.

English summary
Samajwadi Party leader Azam Khan slams on Rahul Gandhi with monkey and lion story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X