For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીનોમ સિક્વન્સિંગ રિસર્ચ માટે 16 હજાર કોરોના સેમ્પલ મોકલાયા-સરકાર

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ ફેલાયાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આમ છતાં નિષ્ણાતો પાસે હજું પણ આ વાયરસના મૂળ વિશે ચોક્કસ માહિતી નથી. અત્યાર સુધી આ વાયરસ પર વિવિધ પ્રકારના સંશોધન ચાલી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

સમગ્ર વિશ્વમાં કોરોના સંક્રમણ ફેલાયાને દોઢ વર્ષથી વધુ સમય થઈ ગયો છે. આમ છતાં નિષ્ણાતો પાસે હજું પણ આ વાયરસના મૂળ વિશે ચોક્કસ માહિતી નથી. અત્યાર સુધી આ વાયરસ પર વિવિધ પ્રકારના સંશોધન ચાલી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે સોમવારે જણાવ્યું હતું કે, કોવિડ-19 ના લગભગ 16,000 નમૂનાઓ સંપૂર્ણ જીનોમ સિક્વન્સીંગ માટે મોકલવામાં આવ્યા છે.

coronavirusc

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ સંદર્ભે એક નિવેદન જારી કર્યું છે. નિવેદન અનુસાર, જુલાઈ અને ઓગસ્ટમાં સેન્ટીનલ સાઇટ્સ દ્વારા SARS-COV-2 ના વેરિઅન્ટની ચકાસણી માટે 'સંપુર્ણ જીનોમ સિક્વન્સીંગ (WGS)' માટે 16,000 થી વધુ કોવિડ-19 નમૂના મોકલવામાં આવ્યા હતા. મંત્રાલયે વધુમાં કહ્યું કે, તેઓ કેટલાક મીડિયા અહેવાલો સામે આવ્યા છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થવા છતાં જીનોમ સિક્વન્સિંગ અને કોવિડ -19 ના વિશ્લેષણમાં તીવ્ર ઘટાડો થયો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે, જુલાઈથી નમૂનાની વિગતોની સચોટ વિવરણ અને ડબ્લ્યુજીએસ પરિણામોના સમયસર સંચાર માટે સેન્ટીનેલ સાઇટ્સ ઈન્ટિગ્રેટેડ હેલ્થ ઈન્ફોર્મેશન પ્લેટફોર્મ (આઈએચઆઈપી) પોર્ટલ દ્વારા ડબલ્યુજીએસ માટે નમૂનાનો ડેટા શેર કરશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પોર્ટલ નમૂનાની વિગતો અને WSG પરિણામોની વાસ્તવિક સમયની માહિતી આપવાનું સુનિશ્ચિત કરે છે. મંત્રાલયે કહ્યું કે આ માટે જુલાઈમાં 9,066 અને ઓગસ્ટમાં 9,969 નમૂના મોકલવામાં આવ્યા હતા. મંત્રાલયના નિવેદનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમામ પ્રકારના ભૌગોલિક વિસ્તારોમાંથી નમૂના લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, વાયરસન વેરિઅન્ટ અને તેના વ્યાપ અંગે માહિતી મેળવવા માટે SARS-COV-2 નું જીનોમિક સર્વેલન્સ મહત્વપૂર્ણ છે.

English summary
Samples of 16 thousand corons sent for genome sequencing research-Government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X