ખેડૂત આંદોલનનુ હવે આગળ શું થશે? સંયુક્ત ખેડૂત મોરચો આજે નક્કી કરશે ભવિષ્યની યોજના
ખેડૂત સંગઠન સંયુક્ત ખેડૂત મોરચા(એસકેએમ)ના નેતૃત્વમાં આજે(શનિવાર, 27 નવેમ્બર)ના દિલ્લીની સીમાઓ પર બેઠક કરવામાં આવશે.
નવી દિલ્લીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્લીના સીમા પર એક વર્ષથી ચાલતા ખેડૂત આંદોલનને 26 નવેમ્બર, 2021ના રોજ એક વર્ષ પૂરુ થઈ ગયુ. વિરોધ કરતા ખેડૂત સંગઠન સંયુક્ત ખેડૂત મોરચા(એસકેએમ)ના નેતૃત્વમાં આજે(શનિવાર, 27 નવેમ્બર)ના દિલ્લીની સીમાઓ પર બેઠક કરવામાં આવશે જેમાં ખેડૂત આંદોલનનના ભવિષ્યની યોજનાઓ પર ચર્ચા કરવામાં આવશે. ભારતીય ખેડૂત સંઘ(બીકેયુ)ના પ્રવકતા રાકેશ ટિકેત અને સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવ અનુસાર આખા આંદોલનની કાર્યવાહીને લઈને શનિવારે 27 નવેમ્બરે ચર્ચા થશે. બીકેયુ અને એસકેએમની છત્રછાયામાં ગયા વર્ષે નવેમ્બરથી ગાઝીપુર સીમા પર ખેડૂત આંદોલન કરવામાં આવી રહ્યુ છે.

29 નવેમ્બરે દિલ્લી તરફ માર્ચ કરશે ખેડૂત, આજે થશે નિર્ણય
ખેડૂત સંઘના પ્રવકતા સૌરભ ઉપાધ્યાયે શુક્રવાર(26 નવેમ્બર)ના રોજ પીટીઆઈ ન્યૂઝ એજન્સીને કહ્યુ, 'શનિવારે અમારી એસકેએમની બેઠક છે અને ત્યારબાદ જ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. અમે 29 નવેમ્બરે દિલ્લી તરફ એક માર્ચની યોજના બનાવી છે પરંતુ એસકેએમ શનિવારે આ અંગે નિર્ણય કરશે.'

ખેડૂત આંદોલનના એક વર્ષ પૂરા થવાની ખુશીમાં કરી ઉજવણી
પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના હજારો ખેડૂતોએ કાલે મોટી સંખ્યામાં સિંધુ, ગાઝીપુર અને ટિકરીના ત્રણેની સીમાઓ પર એકઠા થયા હતા. ત્રણે કૃષિ કાયદાનો વિરોધ કરનાર યુનિયનોએ કહ્યુ કે આ દિવસે ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરુ થવાનુ પ્રતીક છે. કાયદો, ઈતિહાસમાં હંમેશા માટે લોકોના સંઘર્ષના મહાનતમ ક્ષણોમાંની એક તરીકે તેને યાદ કરવામાં આવશે.

રાકેશ ટિકેટ બોલ્યા - અમે લડીશુ અને જીતીશુ
ખેડૂત નેતા રાકેશ ટિકેતે ટ્વિટ કરીને લખ્યુ કે ખેડૂતોનો વિરોધને આ એક વર્ષ સમર્પણ, લડાઈ અને પ્રતિબદ્ધતાના પૂરા એક વર્ષનુ પ્રતીક છે. રાકેશ ટિકેતે હિંદીમાં ટ્વિટ કરીને લખ્યુ, 'આ સુખ અને દુઃખ સાથે મિશ્રિત સંઘર્ષનુ વર્ષ રહ્યુ છે. અમે લડી રહ્યા છે અને જીતી રહ્યા છે. અમે લડીશુ અને જીતીશુ. એમએસપી કાયદો ખેડૂતોનો અધિકાર છે.'

શિયાળુ સત્રના પહેલા દિવસે સરકાર રજૂ કરશે કૃષિ કાયદા વાપસી બિલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં ઘોષણા કરી હતી ક ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા લઈ લેવામાં આવશે. જો કે ખેડૂત સંઘોએ સરકારના આ પગલાંનુ સ્વાગત કર્યુ હતુ. તેમણે કહ્યુ કે તેમનો વિરોધ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી કે કાયદો સંપૂર્ણપણે પાછો લેવામાં ન આવે અને અન્ય માંગો પૂરી ન થઈ જાય. તમને જણાવી દઈએ કે 29 નવેમ્બરથી શરૂ થતા શિયાળુ સત્રના પહેલા દિવસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કૃષિ કાયદા વાપસી બિલ, 2021 રજૂ કરશે.












Click it and Unblock the Notifications
