For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંયુક્ત કિસાન મોરચાનો PM મોદીને પત્ર, આંદોલન ખતમ કરવા માટે કરી આ છ માંગ

રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાના એલાન બાદ સંયુક્ત કિસાન મોરચાએ તેમને પત્ર લખ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાના એલાન બાદ સંયુક્ત કિસાન મોરચાએ તેમને પત્ર લખ્યો છે. પીએમે શુક્રવારે ખેડૂતોના ધરણા ખતમ કરીને ઘરે પાછા જવા કહ્યુ હતુ. ત્યારબાદ ખેડૂતોએ કહ્યુ કે આંદોલન હાલમાં ચાલુ રહેશે કારણકે અમારી બીજી માંગો પર પણ ધ્યાન અપાય. રવિવારે સંયુક્ત કિસાન મોરચાએ પત્ર લખ્યો છે જેમાં પ્રધાનમંત્રીના કાયદા વાપસીના નિર્ણય પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે અને પોતાની 6 માંગો કહી છે.

રાષ્ટ્રને નામ પોતાનો સંદેશ, તમારા નામે ખેડૂતોનો સંદેશ

રાષ્ટ્રને નામ પોતાનો સંદેશ, તમારા નામે ખેડૂતોનો સંદેશ

સંયુક્ત કિસાન મોરચાએ આ પત્રનો વિષય 'રાષ્ટ્રને નામ તમારો સંદેશ અને તમારા નામે ખેડૂતોનો સંદેશ' રાખ્યો છે. પત્રમાં મોરચાએ કહ્યુ છે કે ખેડૂતો સાથે દ્વિપક્ષીય સમાધાનના બદલે તમે એકતરફી ઘોષણાનો રસ્તો પસંદ કર્યો પરંતુ અમને ખુશી છે કે તમે ત્રણે કૃષિ કાયદાને પાછા લેવાનો નિર્ણય કર્યો. તમે જાણો જ છે કે કાયદા વાપસી ઉપરાંત પણ અમારી ઘણી માંગો છે જેને અમે સરકાર સાથે વાતચીતમાં પણ ઉઠાવી હતી.

કિસાન મોરચાની છે 6 માંગ

કિસાન મોરચાની છે 6 માંગ

સંયુક્ત કિસાન મોરચાએ પત્રમાં ત્રણ જૂની માંગો પ્રધાનમંત્રી સામે રાખી છે -

  • ખેતીની સંપૂર્ણ પડતર કિંમત પર આધારિત(C2+50%) લઘુત્તમ ટેકાનુ મૂલ્ય(MSP)ને બધા ખેતી પાક ઉપર ખેડૂતોનો કાયદાકીય હક બનાવવામાં આવે.
  • સરકાર દ્વારા પ્રસ્તાવિત વિદ્યુત અધિનિયમ સુધારા બિલ 2020/2021નો ડ્રાફ્ટ પાછો લેવામાં આવે.
  • 'રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને તેની સાથે જોડાયેલા ક્ષેત્રોમાં વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન માટે પંચ અધિનિયમ, 2021' માં ખેડૂતોને સજા આપવાની જોગવાઈ હટાવવામાં આવે.
આંદોલન દરમિયાનની ત્રણ માંગો -

આંદોલન દરમિયાનની ત્રણ માંગો -

પત્રમાં આંદોલન દરમિયાનની ઘટનાઓ અંગે આ ત્રણ માંગો કરવામાં આવી છે-

  • દિલ્લી, હરિયાણા અને બીજા રાજ્યોમાં હજારો ખેડૂતોને આ આંદોલન દરમિયાન(જૂન 2020થી અત્યાર સુધી) સેંકડો કેસોમાં ફસાવવામાં આવ્યા છે, આ કેસને પાછા લેવામાં આવે.
  • લખીમપુર ખીરી હત્યાકાંડના સૂત્રધાર અને સેક્શન 120B ના આરોપી અજય મિશ્રા ટેની આજે પણ ખુલ્લા ફરી રહ્યા છે. તેમને કેબિનેટમાંથી સસ્પેન્ડ અને ધરપકડ કરવામાં આવે.
  • આ આંદોલન દરમિયાન શહીદ થયેલા 700 ખેડૂતોના પરિવારોને વળતર અને પુનર્વાસની વ્યવસ્થા થાય. સાઝે જ શહીદ ખેડૂતોની સ્મૃતિમાં એક શહીદ સ્મારક બનાવવા માટે સિંધૂ બૉર્ડર પર જમીન આપવામાં આવે.

પીએમ સાહેબ, અમને રસ્તા પર બેસવાનો કોઈ શોખ નથી

આગળ પત્રમાં લખ્યુ છે - પ્રધાનમંત્રીજી તમે ખેડૂતોને અપીલ કરી છે કે હવે અમે ઘરે પાછા જતા રહીએ. અમે તમને વિશ્વાસ અપાવવા માંગીએ છીએ કે અમને રસ્તા પર બેસવાનો કોઈ શોખ નથી. બાકી મુદ્દાઓને ઉકેલીને અમે પોતાના ઘર, પરિવાર અને ખેડીવાડીમાં પાછા જવા માંગીએ છીએ. તમે પણ આ જ ઈચ્છતા હોય તો સરકાર આ મુદ્દાઓ પર તરત જ સંયુક્ત મોરચા સાથે વાતચીત શરુ કરે. ત્યાં સુધી સંયુક્ત કિસાન મોરચો પોતાના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ આંદોલનને ચાલુ રાખશે.

English summary
Samyukt Kisan Morcha writes open letter to PM narendra modi lists six demands
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X