For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાની કેદી સનાઉલ્લહનો મૃતદેહ પાકિસ્તાનને સોંપાશે : શિંદે

|
Google Oneindia Gujarati News

sushilkumar-shinde
નવી દિલ્હી, 9 મે : ચંડીગઢની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામનાર પાકિસ્તાની કેદી સનાઉલ્લહ હકના મૃતદેહને પાકિસ્તાનને સોંપવામાં આવશે. દેશના ગૃહ મંત્રી સુશીલકુમાર શિંદેએ જણાવ્યું છે કે આપણે પાકિસ્તાની કેદીનો મૃતદેહ પાકિસ્તાનને સોંપી દઇશું. શિંદેએ જણાવ્યું કે વિદેશ મંત્રાલય સનાઉલ્લહ હકનો મૃતદેહ તેના દેશમાં મોકલવા માટેની ઔપચારિકતા પૂરી કરવા માટે પાકિસ્તાની અધિકારીઓ સાથે વાત કરી રહ્યું છે.

તેમણે એમ પણ જણાવ્યું કે ઔપચારિકતા પૂરી કર્યા બાદ અમે મૃતદેહ સોંપીશું. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સનાઉલ્લહ હકનું વિસ્તૃત પોસ્ટ મોર્ટમ ચંદીગઢમાં જ કરવામાં આવશે. મૃતદેહને પાછો મોકલવા માટે પાકિસ્તાનના આગ્રહ અનુસાર વ્યવસ્થા કરવામાં આવશે.

સૂત્રો જણાવે છે કે સરકારને સૂચિત કરવામાં આવ્યું છે કે પાકિસ્તાન મૃતદેહ લઇ જવા માટે વિમાનની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જો તેઓ બિનસૈન્ય રજીસ્ટર્ડ વિમાન મોકલશે તો મંજૂરી ઝડપથી મળી શકશે.

ઉલ્લેખનીય છે કે આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા દોષિત આતંકવાદી સનાઉલ્લ હક જમ્મુની કોટ બલવાલ જેલમાં એક અન્ય કેદી સાથેના ઝગડામાં ઘાયલ થઇ ગયા હતા. જેના પગલે ગયા શુક્રવારે તેને ચંદીગઢની પીજીઆઇએમઇઆર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.

English summary
Sanaullah body will be handed over to Pakistan : Shinde
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X