For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BHUમાં મુસ્લિમ સંસ્કૃત પ્રોફેસરના વિરોધ પર પ્રિયંકા ગાંધીએ કહી મોટી વાત

BHUમાં મુસ્લિમ સંસ્કૃત પ્રોફેસરના વિરોધ પર પ્રિયંકા ગાંધીએ કહી મોટી વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના બનારસ હિન્દુ યૂનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાં મુસલમાન આસિસ્ટેન્ટ પ્રોફેસર ફિરોઝ ખાનની નિયુક્તિને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ પર પ્રિયંકા ગાંધીએ મોટી વાત કહી. પ્રિયંકા ગાંધીએ કહ્યુ્ં કે સંસ્કૃત કોઈ એક ધર્મનો શિક્ષક ભણાવી શકે એવું નથી. સંસ્કૃત કોઈપણ ભણાવી શકે.

સરકાર સંવૈધાનિક અધિકારની રક્ષા કરેઃ પ્રિયંકા ગાંધી

સરકાર સંવૈધાનિક અધિકારની રક્ષા કરેઃ પ્રિયંકા ગાંધી

પ્રિયંકા ગાંધીએ ગુરુવારે ટ્વીટ કર્યું કે આપણી ભાષાઓ અને સંસ્કૃતિ આપણી વિશેષતા છે, આપણી મજબૂતી છે. સંસ્કૃતમાં જ લખવામાં આવ્યું છે, "सर्वे भवन्तु सुखिनः। सर्वे सन्तु निरामयाः।" આ ભાષામાં વિશાળતા છે. આપણા દેશના સંવિધાનમાં વિશાળતા છે. વિશ્વવિદ્યાલયમાં કોઈપણ ધર્મનો અધ્યાપક સંસ્કૃત ભણાવી શકે છે. સરકાર અને વિશ્વવિદ્યાલયે આ સંવૈધાનિક અધિકારની રક્ષા કરવી જોઈએ.

માયાવતી પણ ભડકી ઉઠ્યાં

માયાવતી પણ ભડકી ઉઠ્યાં

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને બસપા પ્રમુખ માયાવતીએ પણ આ મામલે ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું કે બનારસ હિન્દૂ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં સંસ્કૃતના શિક્ષક તરીકે પીએચડી સ્કોલર ફિરોઝ ખાનને લઈ વિવાદ પર પ્રશાસનનું ઢીલું વલણ મામલાને વધુ ચગાવી રહ્યું છે. કેટલાક લોકો દ્વારા શિક્ષાને ધર્મ/જાતિની અને રાજનીતિ સાથે જોડી દેવામાં આવવાના કારણે ઉપજેલ આ વિવાદ બિલકુલ યોગ્ય ન ઠહેરાવી શકાય. તેમણે આગળ લખ્યું કે, બીએચયૂ દ્વારા એક મુસ્લિમ સંસ્કૃત વિદ્વાનને પોતાના શિક્ષક તરીકે નિયુક્ત કરવા પર ટેલેન્ટને યોગ્ય રસ્તો આપવો જ માનવામાં આવશે અને આ મામલે મનોબળ નબળું પાડતાં કામને બિલકૂલ મંજૂરી ના આપવી જોઈએ. આના પર સરકાર ધ્યાન આપે તો સારું રહેશે.

શું છે સમગ્ર મામલો

શું છે સમગ્ર મામલો

બીએચયૂના સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન વિભાગમાં બે અઠવાડિયા પહેલા ફિરોઝ ખાનની આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર નિયુક્ત થઈ હતી. તેમની નિયુક્તિ બાદ જ કેટલાક વિદ્યાર્થીઓ સતત તેમની અપોઈન્ટમેન્ટનો વિરોધ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે એક મુસલમાન સંસ્કૃત ના ભણાવી શકે. તેમને ક્લાસ લેવા દેવામાં ન આવી. ઉપરાત ફિરોઝના વિરોધને ખોટો ગણાવતા લોકોની સંખ્યામાં પણ તગડી છે.

ઈલેક્ટોરલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ! કોંગ્રેસે લોકસભામાં હંગામો મચાવ્યોઈલેક્ટોરલ બોન્ડ સૌથી મોટું કૌભાંડ! કોંગ્રેસે લોકસભામાં હંગામો મચાવ્યો

English summary
sanskril language is not belong to particular religion says priyanka gandhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X