For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાહોરની હોસ્પિટલમાં સરબરજીતને મળ્યો પરિવાર, હાલત ગંભીર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sarabjit-singh
લાહોર, 28 એપ્રિલ: પાકિસ્તાનની જેલમાં ભારતીય નાગરીક સરબજીત પર થયેલા જીવલેણ હુમલા બાદ તેના પરિવારને વિશેષ વિઝા આપીને આજે લાહોર સ્થિત ઝીન્ના હોસ્પિટલમાં સરબજીતે મળવાની પરવાનગી આપવામાં આવી હતી. જેના કારણે તેનો પરિવાર સરબજીતને જોઇ શક્યો હતો.

જેલમાં કેદીઓના ગંભીર હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સરબજીત સિંહને મળવા તેનો પરિવાર રવિવારે પાકિસ્તાન જશે. પાકિસ્તાને પરિવારના ચાર સભ્યોને વીઝા આપ્યા છે. પરિવાર વાઘા બોર્ડર થઇને પાકિસ્તાન જશે. બીજી કોટ લખપત જેલમાં હુમલાનો શિકાર થયેલા સરબજીત સિંહ હજુ સુધી કોમામાં છે અને તેને વેંટિલેટર પર રાખવામાં આવ્યો છે.

પાકિસ્તાન હાઇ કમિશને સરબજીત સિંહના પરિવારના ચાર સભ્યોને વીઝા આપ્યા છે એટલે તે પાકિસ્તાની જેલમાં કેદીઓ દ્રારા કરવામાં આવેલ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સરબજીત સિંહને મળી શકે.

UPDATE: 2:57 PM

પાકિસ્તાનના લાહોર શહેરમાં આવેલા જિન્ના હોસ્પિટલમાં ભરતી કરવામાં આવેલા સરબજીત સિંહને મળવા માટે સરબજીતનો પરિવાર પાકિસ્તાન પહોંચી ગયો છે. સરબજીત સિંહની પત્ની, બહેન અને બે પુત્રીઓ પહોંચી ગયા છે.

સરબજીતનો પરિવાર પાકિસ્તાન પહોંચે તે પહેલાં પાકિસ્તાને વધુ એક નાપાક હરકત કરી હતી. આજે પાકિસ્તાને ભારતીય અધિકારીઓને સરબજીતને મળવાથી અટકાવ્યા હતા. સરબજીતનો પરિવાર વાઘા બોર્ડરથી લાહોર ગયો છે. લાહોરથી રવાના થતાં પહેલાં પરિવારે અમૃતસરના સુવર્ણ મંદિરમાં શીશ ઝુકાવ્યું હતું. વાઘા બોર્ડર પર સરબજીતના પરિવારે આશા વ્યક્ત કરી હતી કે સરબજીત ઠીક થઇ જશે અને જલદી જ તે વતન પરત ફરશે.

પાકિસ્તાનની એક જેલમાં કેટલાક કેદીઓ દ્રારા કરવામાં આવેલા હુમલામાં સરબજીત સિંહ કોમામાં છે અને તેમને વેંટિલેટર પર રાખવામાં આવેલ છે. સરબજીત સિંહની બહેન દલબીર કૌરે શુક્રવારે કહ્યું હતું કે દિલ્હીમાં હાઇ કમિશને પરિવાર માટે વીઝા આપ્યા છે. તેમને કહ્યું હતું કે સરબજીત સિંહની પત્ની સુખપ્રીત કૌર અને તેમની પુત્રીઓ પૂનમ તથા સ્વપ્નદીપ કૌર સાથે તે લાહોર જશે. તેમને એ જણાવ્યું નથી કે તે લાહોર ક્યારે રવાના થશે.

તેમને કહ્યું હતું કે પરિવારના ચાર સભ્યોને વીઝા ઉપરાંત સરકારી અધિકારીઓએ તેમને માહિતગાર કર્યા છે કે પાકિસ્તાન સરકારે પરિવારના એક સભ્યને લાહોર હોસ્પિટલમાં રહેવાની પરવાનગી આપી દિધી છે જ્યાં સરબજીત સિંહની સારવાર ચાલુ છે. દલવીર કૌરે ગઇકાલે રાત્રે વડાપ્રધાન મનમોહન સિંહ, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી અને વિદેશ રાજ્ય મંત્રી પરણીત કૌરને વીઝાની વ્યવસ્થાની અપીલ કરી હતી જેથી પરિવાર સરબજીત સિંહને મળવા પાકિસ્તાન જઇ શકે.

સરબજીત સિંહને 1990માં પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં થયેલા બ્લાસ્ટ કેસ કથિત રીતે સંડોવણી હોવાના કેસમાં સજા સંભળાવવામાં આવી હતી. વિસ્ફોટમાં 14 લોકોના મોત નિપજ્યાં હતા. સરબજીત સિંહની દયાની અરજીઓને કોર્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે નકારી કાઢી હતી. તેમના પરિવારનું કહેવું છે કે સરબજીત ખોટી ઓળખનો શિકાર બન્યો છે અને તે ભૂલથી બોર્ડર પાર કરી ગયો હતો.

તો બીજી તરફ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવેલા સરબજીત સિંહની સ્થિતીમાં સુધારાના સંકેત જોવા મળતા નથી. હજુ સુધી પણ તે કોમામાં છે અને તેને વેંટિલેટર પર રાખવામાં આવેલ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરૂદ્દીને ટ્વિટર પર લખ્યું છે કે સરબજીતની સારવારમાં જોડાયેલા ડોક્ટરોએ ભારતીય અધિકારીઓને માહિતગાર કર્યા છે કે તે કોમામાં છે અને તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યાં છે. તેમને કહ્યું હતું કે સરબજીત સિંહનો એક્સ-રે, એમઆરઆઇ, સીટી સ્કેન કરી લીધો છે.

English summary
Four members of Sarabjit Singh's family will travel to Pakistan on Sunday to meet the death row convict who is battling for life in Lahore after being brutally assaulted by jail inmates.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X