રેપના બદલામાં રોટી પણ આપે છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી: સરોજ ખાન

હાલમાં કાસ્ટીંગ કાઉચ મામલે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તરફ થી રોજ નવા ખુલાસા અને નિવેદનો થઇ રહ્યા છે.

હાલમાં કાસ્ટીંગ કાઉચ મામલે ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના લોકો તરફ થી રોજ નવા ખુલાસા અને નિવેદનો થઇ રહ્યા છે. પરંતુ આ મુદ્દે ખુબ જ વિવાદિત નિવેદન બોલિવૂડની ફેમસ કોરિયોગ્રાફર સરોજ ખાને આપ્યું છે. ત્યારપછી મીડિયા અને લોકો ઘ્વારા તેમને નિશાનો બનાવવામાં આવ્યો. આખા નાજુક મામલો સમજીને આખરે સરોજ ખાને માફી માંગી લીધી છે. પરંતુ સોશ્યિલ મીડિયા પર તીખા પ્રતિભાવ આપવામાં આવી રહ્યા છે.

અહીં રેપના બદલામાં રોટી મળે છે

અહીં રેપના બદલામાં રોટી મળે છે

કાસ્ટીંગ કાઉચ બાબતે સરોજ ખાને મીડિયામાં નિવેદન આપ્યું હતું કે આ બધું તો બાબા આદમના જમાનાથી ચાલ્યું આવે છે. અહીં દરેક લોકો એવું જ વિચારે છે કે કઈ રીતે તેમને કોઈ યુવતી એકલી મળી જાય. બધા જ લોકો છોકરીઓ પર હાથ સાફ કરવા માંગે છે. પરંતુ અમારી ઇન્ડસ્ટ્રીમાં યુવતીને ખાલી રેપ કરીને છોડવામાં નથી આવતી, પરંતુ તેને રોજી રોટી પણ આપવામાં આવે છે. આપણે જણાવી દઈએ કે સરોજ ખાને આ વાત મહારાષ્ટ્રના સાંગલીમાં ફ્યુઝન ડાન્સ એકેડમી તરફ થી આયોજિત કરવામાં આવેલા શિબિર કાર્યક્રમમાં કહી હતી.

ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાછળ પડવું જોઈએ નહીં

ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાછળ પડવું જોઈએ નહીં

ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પાછળ પડવું જોઈએ નહીં. આમ પણ બધી જ બાબત યુવતીઓ પર નિર્ભર કરે છે કે તેઓ શુ કરવા માંગે છે. તમે એવા લોકોના હાથમાં નથી આવવા માંગતા તો નહીં જાવ. જો તમારી પાસે કલા છે તો તમારે પોતાને ઇન્ડસ્ટ્રીમાં વેચવાની કોઈ જરૂર નથી.

ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ નહીં લો

ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ નહીં લો

સરોજ ખાને સરકાર ઉપર પણ કેમેન્ટ કરી તેમને કહ્યું કે સરકાર પણ આવું કરે છે. તેમને કહ્યું કે સરકારી લોકો પણ આવું કરે છે એટલા માટે ખાલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નામ લઈને તેને બદનામ કરવું જોઈએ નહીં.

હંગામો થયો તો માફી માંગી

હંગામો થયો તો માફી માંગી

સરોજ ખાનના નિવેદન પછી તેમની ચારે તરફ થી નિંદા થવા લાગી ત્યારપછી તેમને પોતાના નિવેદન પર માફી માંગી છે. આપણે જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા ટોલિવૂડ ની સ્ટ્રગલર અભિનેત્રી શ્રી રેડ્ડી ઘ્વારા રસ્તા વચ્ચે કપડાં ઉતારીને કાસ્ટીંગ કાઉચ સામે વિરોધ કર્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X