સુપ્રીમ કોર્ટના નવા ચીફ જસ્ટિસ પી સદાશિવમ

જસ્ટિસ સદાશિવમ સુપ્રીમ કોર્ટના 40માં મુખ્ય ન્યાયાધીશ છે. તેમણે ન્યાયમૂર્તિ અલ્તમશ કબીરનું સ્થાન ગ્રહણ કર્યું છે, જે મુખ્ય ન્યાયાધીશના રૂપમાં લગભગ નવ મહિનાનો કાર્યકાળ સમાપ્ત કરીને ગતકાલે નિવૃત્ત થયા. 64 વર્ષિય ન્યાયમૂર્તિ સદાશિવમનો કાર્યકાળ લગભગ નવ મહિનાનો હશે. તે 26 એપ્રિલ 2014ના રોજ નિવૃત્ત થશે.
જસ્ટિસ સદાશિવમ જાન્યુઆરી 1996માં મદ્રાસ હાઇકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બન્યા. એપ્રિલ 2007માં તેમની બદલી પંજાબ અને હરિયાણા કોર્ટમાં કરવામાં આવી. તેમણે 21 ઓગસ્ટ 2007ના રોજ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશ બનાવવામાં આવ્યા.












Click it and Unblock the Notifications
