અયોધ્યા જમીન વિવાદ: SCએ અલ્હાબાદ હાઇકોર્ટને આપ્યો આ આદેશ

Written By:
Subscribe to Oneindia News

અયોધ્યામાં રામ જન્મભૂમિ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે મોટો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને નિર્દેશ આપ્યો છે કે, આ મામલે નવા નીરિક્ષકની નિમણૂક કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ ચીફ જસ્ટિસને આગલા 10 દિવસનો સમય આપ્યો છે અને આ દરમિયાન અયોધ્યા જમીન વિવાદ માટે નવા નીરિક્ષક નિમવાનું જણાવ્યું છે.

supreme court

અલ્હાબાદ હાઇકોર્ટ દ્વારા સુપ્રીમ કોર્ટને જાણકારી આપવામાં આવી હતી કે, આ મામલાના નિરીક્ષકોની સમિતિમાંથી એક જજ નિવૃત્ત થઇ ગયા છે અને બીજા જજને હાઇકોર્ટ મોકલવામાં આવ્યા છે. આથી સુપ્રીમ કોર્ટ દ્વારા ઉપરોક્ત નિર્ણય સંભળાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટ આ સમગ્ર મામલાની સુનવણી બાબરી વિધ્વંશને 25 વર્ષ પૂર્ણ થવાના એક દિવસ પહેલા કરનાર છે.

English summary
Supreme court asks Allahabad High court chief justice to appoint new observer in Ayodhya land dispute.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.