For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના દર્દીઓ માટે એમ્બ્યુલન્સના ઉચિત રેટ ફિક્સ કરોઃ સુપ્રીમ કોર્ટ

કોરોના વાયરસ સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ભાડા વિશે મોટો ચુકાદો આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ કોરોના વાયરસ સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે હોસ્પિટલમાં એમ્બ્યુલન્સના ભાડા વિશે મોટો ચુકાદો આપ્યો છે. સર્વોચ્ચ અદાલતે રાજ્ય સરકારોને નિર્દેશ આપ્યા છે કે કોવિડ-19 દર્દીઓ માટે એમ્બ્યુલન્સ સેવાઓ માટે ઉચિત રેટ ફિક્સ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. અત્યાર સુધી દેશભરમાં 45,62,415 લોકો સંક્રમિત થવાની પુષ્ટિ કરવામાં આવી ચૂકી છે.

SC

દેશમાં કોરોના વાયરસના આજે એક વાર ફરીથી નવા કેસ રેકોર્ડ સંખ્યામાં નોંધવામાં આવ્યા છે અને કુલ કેસ 45 લાખથી વધુ થઈ ગયા છે. આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 96,551 નવા કેસ સામે આવ્યા છે અને આ દરમિયાન 1209 દર્દીઓના મોત થયા છે. હવે દેશમાં કુલ કેસોની સંખ્યા 45,62,415 થઈ ગઈ છે જેમાં 9,43,480 સક્રિય કેસ, 35,42,664 રિકવર કેસ અને 76,271 મોત શામેલ છે.

આ દરમિયાન ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે દેશભરમાં કરેલા સીરો-સર્વેના પરિણામ જારી કરી દીધા છે. જેમાં ચોંકાવનારી વાત સામે આવી છે. સર્વે અનુસાર કોરોના વાયરસ દેશના ગ્રામીણ વિસ્તારો સુધી પહોંચી ગયુ છે. જ્યાં સંક્રમણનો દર 69.4 ટકા મળ્યો છે. એટલે કે ગ્રામીણ ભારતમાં રહેતા 44.4 લાખ લોકો આનાથી પ્રભાવિત થયા છે. વળી, સંક્રમણનો દર શહેરી ઝુગ્ગીઓમાં 15.9 ટકા અને શહેરી બસ્તીઓમં 14.6 ટકા નોંધવામાં આવ્યો છે.

JEE Main Result 2020: આજે જારી થઈ શકે છે જેઈઈ મેઈનનુ પરિણામ, આ રીતે કરો ચેકJEE Main Result 2020: આજે જારી થઈ શકે છે જેઈઈ મેઈનનુ પરિણામ, આ રીતે કરો ચેક

ડાયરેક્ટર સાજિદ ખાન પર મૉડલે લગાવ્યા યૌન શોષણના આરોપડાયરેક્ટર સાજિદ ખાન પર મૉડલે લગાવ્યા યૌન શોષણના આરોપ

English summary
SC directs states to fix reasonable prices for ambulance services to COVID19 patients.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X