For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જનરલ વી.કે. સિંહને સુપ્રીમ કોર્ટે ફટકારી 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ'ની નોટીસ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 ઓક્ટોબર: સુપ્રીમ કોર્ટે મંગળવારે પૂર્વ સેનાધ્યક્ષ જનરલ વી.કે સિંહને નોટિસ ફટકારીને જન્મતારીખ મુદ્દે દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ચૂકાદા પર સવાલ ઉઠાવતા તેમના પર કોર્ટના તિરસ્કારની કાર્યવાહી કરવામાં આવે. ન્યાયમૂર્તિ આર.એમ લોઢા અને ન્યાયમૂર્તિ એચ.એલ. ગોખલેની વિશેષ પીઠે જનરલ વી.કે સિંહના નિવેદન પર જાતે જ સંજ્ઞાન લઇને નોટીસ ફટકારી છે. આ નિવેદન 22 સપ્ટેમ્બરના રોજ એક અખબારમાં છપાયું હતું.

કોર્ટે મામલાની હવે પછીની સુનાવણી તારીખ 23 ઓક્ટોબર નક્કી કરી છે. અખબારના અહેવાલમાં જનરલ સિંહના હવાલાથી કહેવામાં આવ્યું છે કે ઉંમરના મામલાનો નિર્ણય દસમીના સર્ટિફિકેટના આધારે કેમ નક્કી કરવામાં ના આવ્યો, જોકે રેપ પીડિતોની ઉંમરના મુદ્દે આવા જ દસ્તાવેજ પર ભરોસો કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલ ગુલામ વાહનવતી કહ્યું છે કે તે આ મામલામાં કોર્ટની મદદ કરે. સુપ્રીમ કોર્ટે જનરલ સિંહની ઉંમરના વિવાદ પર કોર્ટના આદેશ અંગે તેમની ટિપ્પણીઓ પર સોમવારે જ સંજ્ઞાન લીધું હતું. સુનાવણીની શરૂઆતમાં ન્યાયમૂર્તિ લોઢાએ જણાવ્યું કે તેઓ કોર્ટની અધિકારિતા અંગે ચિંતિત છે.

vk singh
અખબારમાં છપાયેલ જનરલ સિંહના નિવેદન પર કોર્ટે જણાવ્યું કે પહેલી દ્રષ્ટીએ તેમનું નિવેદન અદાલતની બદનામી લાગે છે. જનરલ વી.કે સિંહના નિવેદનને છાપનાર અખબાર સામે પણ એક નોટિસ જારી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જનરલ સિંહ ગયા વર્ષે 10 ફેબ્રુઆરીના રોજ ઉંમર વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય લડાઇ હારી ગયા હતા. ત્યારે કોર્ટે જણાવ્યું કે સેવા મામલામાં તેમની જન્મતિથી અંગે સરકારનો નિર્ણય જ લાગૂ રહેશે. ત્યારબાદ જનરલ સિંહે પોતાની અરજી પાછી લઇ લીધી હતી.

કોર્ટે જનરલ સિંહને જણાવ્યું હતું કે પોતાના એ વચનને ટાળી ના શકે કે તેમની જન્મતિથિ 10 મે 1950 માનવાના સરકારના નિર્ણયનું પાલન કરશે. એ વખતે કોર્ટે જનરલ સિંહની દેશ પ્રત્યે 38 વર્ષની સેવાઓના વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે તેમને જનરલ સિંહ જેવા સારા અધિકારીની હાજરી પર ગર્વ છે. કોર્ટે તેમના સર્વિસ રેકોર્ડમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

English summary
The Supreme Court today issued contempt notice to former Army Chief Gen V K Singh, saying his remarks against its order on his age row prima facie amounts to "scandalising" and undermining the authority of the court.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X