જાતિય અપરાધ મામલે ગૃહ મંત્રાલયને સુપ્રિમ કોર્ટની ફીટકાર

સુપ્રિમ કોર્ટમાં સીનિયર એડવોકેટ ઇંદૂ મલ્હોત્રા અને અન્યોની તરફથી જનહિતની અરજી દાખલ કરીને સજા માટે ગાઇડ લાઇન્સ પર બનાવવાની માંગ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં હજી પણ બળાત્કાર મામલામાં સજાને લઇને કોઇ ગાઇડ લાઇન્સ નથી. આઇપીસીની ધારા-376(બળાત્કાર)માં ઓછામાં ઓછી સાત વર્ષની જેલની સજાનું પ્રાવધાન છે પરંતુ વધારેમાં વધારે ઉંમરકેદ અથવા તો 10 વર્ષ સુધીની સજા છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે પોલીસ ઓથોરિટીને નિર્દેશ કરવામાં આવે કે શારિરીક અપરાધીઓનું એક રજિસ્ટર રાખવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે રેપ મામલામાં તપાસ દરમિયાન કરવામાં આવનાર ટૂ ફિંગર ટેસ્ટને ગેરકાયદેસર અને બિનસંવૈધાનિક માનવામાં આવે, કારણ કે રાઇટ ટૂ લાઇફ એન્ડ પ્રાઇવસીની સામે છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે જાતિય અપરાધોનું નામ રજિસ્ટર્ડ થવું જોઇએ. વિદેશોમાં પણ આ પ્રકારનું પ્રાવધાન છે.












Click it and Unblock the Notifications
