લાપતા બાળકો મુદ્દે SCએ ગુજરાત સહિત 5 રાજ્યોની કાઢી ઝાટકણી

સુપ્રિમ કોર્ટે અદાલદ સામે હાજર નહીં થવાના આદેશનું પાલન નહીં કરવા બદલ અરૂણાચલ પ્રદેશ, ગુજરાત તથા તમિલનાડુના મુખ્ય સચિવોને પણ આડા હાથે લીધા અને કહ્યું કે તેઓ કોર્ટને મુર્ખ બનાવી રહ્યા છે. કોર્ટે આ તમામની સામે બિન જમાનતી વોરંટ જારી કરવાની ધમકી છે.
મુખ્ય ન્યાયાધીશ અલતમસ કબીર, ન્યાયમૂર્તિ અનિલ આર દવે અને ન્યાયમૂર્તિ વિક્રમજીત સેનની ત્રણ સભ્યોવાળી ખંડપીઠે ગુમ થયેલા બાળકોના મામલે સોગંદનામું દાખલ કરવામાં નિષ્ફળ રહેલી કેન્દ્ર અને રાજ્યોને છેલ્લી તક આપતા આ મામલાની સુનવણી 19 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દીધી છે.
ન્યાયાધીશે જણાવ્યું કે ગુમ થયેલા બાળકો અંગે લાગે છે કોઇને ચિંતા નથી. ન્યાયાધીશોએ આ ટિપ્પણી એ વખતે કરી જ્યારે બાળપણ બચાવો આન્દોલન તરફથી એક વરિષ્ઠ વકિલ એચ એસ ફૂલ્કાએ જણાવ્યું કે રોજ હજારો બાળકો ગુમ થઇ રહ્યા છે. ન્યાયાધીશે કેન્દ્ર અને રાજ્ય સરકારો પ્રત્યે નારાજગી વ્યક્ત કરી અલ્ટીમેટમ આપ્યું છે.












Click it and Unblock the Notifications
