સહારા-બિરલા કેસમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ

Written By:
Subscribe to Oneindia News

બુધવારે સહારા-બિરલા કેસમાં નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ અદાલત તરફથી ક્લિનચીટ મળી છે. સર્વોચ્ચ અદાલતે સહારા ડાયરીઝને આધારે તપાસનો આદેશ આપવાની મનાઇ કરી છે. એક એનજીઓ તરફથી ફાઇલ કરવામાં આવેલા આ કેસમાં સહારા અને બિરલા પર થયેલી આઇટી રેડમાં હાથ લાગેલા પુરાવાનો આધાર લેવામાં આવ્યો હતો, જેની સામે સર્વોચ્ચ અદાલતે તપાસનો આદેશ આપવાની મનાઇ કરતાં કહ્યું હતું કે આ પુરાવા પુરતા નથી.

supreme court

ન્યાયમૂર્તિ અરુણ મિશ્રા અને અમિતવા રોય અનુસાર, આ કેસમાં રજૂ કરવામાં આવેલા પુરાવા નબળા છે. આવા સામાન્ય કમ્પ્યૂટર પ્રિન્ટઆઉટને પુરાવા તરીકે સ્વીકારવા સલામત નથી. સર્વોચ્ચ અદાલતમાં કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલ મુમકલ રોહતી હાજર રહ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે, ગુજરાતના મુખ્યમંત્રી(નરેન્દ્ર મોદી)ને નાણાં આપ્યા હોવાનો કોઇ પુરાવો મળ્યો નથી.
નોંધનીય છે કે, સહારા ડાયરી એ કમ્પ્યૂટર પ્રિન્ટઆઉટનો સંગ્રહ છે, જે વર્ષ 2004માં સહારા ઓફિસ પર પડેલી રેડમાં હાથ લાગી હતી. આ પ્રિન્ટઆઉટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત સહિત અનેક રાજકારણીઓના નામ છે. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી અને અન્ય નેતાઓ પર લાંચ લેવાનો આરોપ લગાડતા આ મામલે તપાસની માંગ કરી હતી.

ગત વર્ષે નવેમ્બર માસમાં વકીલ-કાર્યકર્તા પ્રશાંત ભૂષણની અરજી પર સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પ્રશાંત ભૂષણે સહારા-બિરલા ડાયરીને આધારે સ્પેશિયલ ઇન્વેસ્ટિેશનની માંગ કરી હતી. તેમની આ માંગણીને નકારતા સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, પુરાવા તરીકે રજૂ કરવામાં આવેલા કાગળિયા પૂરતા નથી, તેને આધારે તપાસના આદેશ આપવા સલામત નથી. પુરાવાના અભાવે સર્વોચ્ચ અદાલતે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની અરજી ફગાવી દીધી છે.

English summary
The Supreme Court on Wednesday rejected a petition that sought a probe into the Sahara-Birla diaries.
Please Wait while comments are loading...