For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સમલૈંગિકતા પર SCના ચૂકાદાથી સોનિયા નિરાશ, મોદી મતની માંગ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ જણાવ્યું કે તેઓ સજાતીય સંબંધોના અધિકારના મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી નિરાશ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે સંસદ આ મુદ્દે વિચાર કરશે. આ મામલમાં સોનિયાના બોલવાની સાથે જ કોંગ્રેસે નરેન્દ્ર મોદી પર સવાલ નાખી દીધો. કોંગ્રેસ નેતા સંજય ઝાએ ટ્વીટ દ્વારા સવાલ કર્યો છે કે સમલૈંગિકતાના મુદ્દે મોદી ચૂપ કેમ છે? તેમણે લખ્યું છે કે 'મોદી જી, આ દેશના યુવાનો અને ઘરડાઓ ધારા 377ને લઇને આપનો વિચાર જાણવા માગે છે.'

સોનિયા ગાંધીએ ગુરુવારે એક નિવેદન જારી કરીને જણાવ્યું કે આશા રાખવી જોઇએ કે સંસદ લોકોના જીવન અને લોકોની આઝાદીની સંવૈધાનિક ગેરંટી અને તેમના હિતોનું ધ્યાન રાખશે.

બુધવારે સુપ્રીમ કોર્ટે આઇપીસીની ધારા-377ને હટાવવાનો ઇનકાર કરી સજાતીય સંબંધને ગૂના હેઠળ લાવી દીધું છે. આ નિર્ણય બાદથી જ એલજીબીટી સમુદાય આ નિર્ણયના વિરોધમાં માર્ગો પર ઉતરી આવ્યા છે. આ મામલામાં નાઝ ફાઉન્ડેશન દ્વારા કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરવાની પણ તૈયારી છે. ઘણા પાર્ટીઓના સાંસદોએ પણ આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી હતી. નિર્ણય બાદ જ માનવામાં આવી રહ્યું હતું કે સરકાર આ નિર્ણયને બદલવા માટે આગળ પગલા જરૂર ભરશે.

આ મામલા પર મોદીની ચુપ્પીને લઇને સવાલ પૂછવા પર ભાજપના નેતા રામેશ્વર ચૌરસિયાએ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર શું ટિપ્પણી કરે. તેમણે જણાવ્યું કે કાયદો બનાવવો સરકારનું કામ છે અને સરકાર જો સુપ્રીમ કોર્ટના નિર્ણયને ખોટો માને છે, તો કાયદો બનાવવા માટે સ્વતંત્ર છે.

સંજય ઝા, કોંગ્રેસ

સંજય ઝા, કોંગ્રેસ

સંજય ઝા, કોંગ્રેસ

સંજય ઝા, કોંગ્રેસ

સાગરિકા ઘોસ

સાગરિકા ઘોસ

સતિશ

સતિશ

English summary
Supreme court's verdict on gay relation: Sonia Gandhi unhappy, congress ask Modi's opinion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X