સુપ્રીમ કોર્ટનો આદેશ, જસ્ટિસ કર્ણનને 6 મહિનાની જેલ

Written By:
Subscribe to Oneindia News

કલકત્તા હાઇ કોર્ટ ના જજ સીએસ કર્ણનની મુસીબતો વધી ગઇ છે. સુપ્રીમ કોર્ટે કર્ણનને કોર્ટના અનાદરના આરોપમાં 6 મહિનાની જેલની સજા ફટકારી છે. કર્ણન પહેલા એવા જજ હશે, જે પોતાના પદ પર રહેતાં જેલમાં જશે અને જેઓ અનાદરના મામલે દોષીત સાબિત થયા છે.

justice karnan

સુપ્રીમ કોર્ટની બેંચે આ મામલાની સુનાવણીમાં કહ્યું કે, કોર્ટનો અનાદર ગુનો છે, પછી ભલે તે જજે કર્યો હોય. કોર્ટે જસ્ટિસ કર્ણનને સજા ફટકાર્યા બાદ પશ્ચિમ બંગાળ ની પોલીસને તાત્કાલિક તેમની ધરપકડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા કર્ણને કહ્યું કે, હું આત્મસમર્પણ નહીં કરું, હું સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ અન્ય એક આદેશ જાહેર કરીશ. સુપ્રીમ કોર્ટ કાયદાકીય પ્રક્રિયાનું પાલન નથી કરી રહી, હું સુપ્રીમ કોર્ટના આદેશને ખતમ કરવા અન્ય આદેશ જાહેર કરીશ. સુપ્રીમ કોર્ટે મારી વિરુદ્ધ આપેલ આદેશ કાયદાનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટની સાત જજોની બેંચના અધ્યક્ષ જસ્ટિસ જેએસ ખેહરે જસ્ટિસ કર્ણનને 6 મિહના માટે જેલમાં મોકલવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, કર્ણને આરોપ મુક્યો હતો કે, ચિફ જસ્ટિસ ખેહર સહિત સુપ્રીમ કોર્ટના સાત જજો પર ભેદભાવ અને ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો છે. જસ્ટિસ કર્ણને સોમવારે ચીફ જસ્ટિસ સહિત સાત જજોને પાંચ વર્ષની સજા સંભળાવી હતી. એસસી અને એસટી એક્ટ હેઠળ કર્ણને આ સાત જજોને પાંચ વર્ષની સજા આપી હતી.

English summary
Supreme Court sentences Calcutta High Court Judge C.S.Karnan to 6 months imprisonment.
Please Wait while comments are loading...